25 April, 2023 08:25 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
બાદશાહ (ફાઈલ તસવીર)
સિંગર અને રેપર બાદશાહ (Badshah)નો અવાજ અને તેના ગીત લોકોને ખૂબ જ ગમે છે, પણ તાજેતરમાં જ રિલીઝ થયેલા તેના ગીત `સનક` થકી કેટલાક લોકોની ભાવનાને ઠેસ પહોંચી છે. `સનક` ગીત પર વધતા વિવાદને જોતા હવે સિંગરે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે જેમાં તેણે એ લોકોની માફી માગી છે, જેમણે આ ગીતના લિરિક્સ પર વાંધો ઉઠાવ્યો છે.
બાદશાહના ગીત પર ખડો થયો વિવાદ
બાદશાહે પોતાની પોસ્ટમાં લખ્યું, "મને ખબર પડી છે કે મારા તાજેતરમાં રિલીઝ થયેલા ગીત સનક થકી કેટલાક લોકોની ભાવનાઓને ઠેસ પહોંચી છે. હું ક્યારેય જાણી જોઈને કે અજાણતા કોઈની ભાવનાઓને ઠેસ નથી પહોંચાડવા માગતો. હું મારા આર્ટિસ્ટિક ક્રિએશન્સ અને મ્યૂઝિકલ કમ્પોઝિશન્સને ખૂબ જ પ્રમાણિકતાથી અને ઉત્સાહથી તમારા સુધી પહોંચાડું છું, મારા ચાહકો. તાજેતરની ઘટના બાદ મેં ચોક્કસ પગલાં લેતા મારા ગીતના કેટલાક ભાગમાં ફેરફાર કર્યા છે. બધા ડિજિટલ પ્લેટફૉર્મ્સ પર નવા વર્ઝન સાથે જૂનું વર્ઝન બદલી દેવામાં આવશે, જેથી આગળ જતાં કોઈની પણ ભાવનાઓને ઠેસ ન પહોંચે."
ગાયકે પોસ્ટ શૅર કરીને માગી માફી
બાદશાહે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું, `ફેરફાર કરવામાં થોડોક સમય લાગશે. જેના પછી નવું વર્ઝન બધા ડિજિટલ પ્લેટફૉર્મ પર જોવા મળશે. હું બધાને વિનમ્ર નિવેદન કરું છું કે ત્યાં સુધી થોડીક ધીરજ રાખો. હું તે બધાની હ્રદયથી માફી માગું છું જેમને અજાણતા મેં દિલ દુભવ્યું છે. મારા ફેન્સ હંમેશાંથી જ મારો સૌથી મોટો સપૉર્ટ રહ્યા છે, આથી હું તેમને સૌથી વધારે માન આપું છું અને તેમને ખૂબ જ પ્રેમ પણ કરું છું. તમને બધાને મારો પ્રેમ.`
આ પણ વાંચો : અશ્લીલ ગીતમાં ભગવાન શિવનું જોડ્યું નામ, બાદશાહના એલબમ `સનક` પર વિવાદ
જણાવવાનું કે આખરે કેમ બાદશાહ (Badshah)ના તાજેતરમાં રિલીઝ થયેલ ગીત સનક પર વિવાદ મચ્યો છે. હકિકતે ગીતમાં રેપરે મહાદેવના નામનો ઉપયોગ કર્યો છે જેના પર મહાકાલેશ્વર મંદિરના એક પુજારીએ બાદશાહને ખૂબ જ ખરીખોટી સંભળાવી છે. ઉજ્જૈન મહાકાલેશ્વર મંદિરના પુજારી મહાદેવના નામે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરીને બાદશાહથી ખૂબ જ નારાજ છે. તેમણે કહ્યું, ગીતમાં ફેરફાર નહીં કરતા તે સિંગર વિરુદ્ઘ એફઆઇઆર નોંધાવશે.