18 April, 2024 05:51 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર , ટાઇગર શ્રોફ
અક્ષયકુમાર અને ટાઇગર શ્રોફની ‘બડે મિયાં છોટે મિયાં’ને છ દિવસ થઈ ગયા હોવા છતાં શાહરુખ ખાનની ‘પઠાન’નો પહેલા દિવસના બિઝનેસનો આંકડો ક્રૉસ નથી કરી શકી. ૨૦૨૩માં રિલીઝ થયેલી ‘પઠાન’એ પહેલા દિવસે ૫૭ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. અલી અબ્બાસ ઝફર દ્વારા ડિરેક્ટ કરવામાં આવેલી ‘બડે મિયાં છોટે મિયાં’એ પહેલા દિવસ એટલે ગુરુવારે ૧૬.૦૭ કરોડ, શુક્રવારે ૬.૫૦ કરોડ, શનિવારે ૭.૫૦ કરોડ, રવિવારે ૮ કરોડ, સોમવારે ૨.૫૦ કરોડ અને મંગળવારે ૨.૨૮ કરોડની સાથે ટોટલ ૪૨.૫૬ કરોડ રૂપિયાનો વકરો કર્યો છે. એક અઠવાડિયા બાદ પણ એટલે કે ગઈ કાલના બિઝનેસ સાથે પણ આ ફિલ્મ ‘પઠાન’નો પહેલા દિવસનો બિઝનેસનો આંકડો ક્રૉસ નહીં કરી શકે.
24.92
મંગળવારના ૧.૫૦ કરોડના બિઝનેસ સાથે અજય દેવગનની ‘મૈદાન’એ ટોટલ આટલા કરોડ રૂપિયાનો કર્યો વકરો