તેમને એક ઍક્ટર તરીકે નહીં, પરંતુ એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું : બાબિલ ખાન

22 June, 2023 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૦૨૦માં ઇરફાનનું નિધન થયું હતું.

બાબિલ ખાન અને ઇરફાન ખાન

બાબિલ ખાને તેના ડૅડી ઇરફાનને યાદ કરતાં ઇમોશનલ નોટ શૅર કરી છે. એમાં તેણે લખ્યું છે કે તેમને એક ઍક્ટર તરીકે નહીં, પરંતુ એક પિતા તરીકે રહેવું વધુ ગમતું હતું. ૨૦૨૦માં ઇરફાનનું નિધન થયું હતું. તેના પરિવારમાં તેની વાઇફ સુતપા સિકદર, દીકરા બાબિલ અને અયાન છે. ઇરફાનને ૨૦૧૪માં મળેલા અવૉર્ડનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને બબીલે કૅપ્શન આપી હતી, ‘આ આંખો જે અવૉર્ડ કે પછી વૅલિડેશનને જોઈ રહી છે એ તમને સ્પિરિચ્યુઅલી પહેલેથી જ મળી ગયું હતું. તમને કોઈ પણ બાહ્ય વૅલિડેશનની જરૂર નહોતી. તમારા કામ માટેના સમર્પિત એવા જિદ્દી સ્વભાવને હું શ્રેય આપીશ. તમારી અંદરની સમજ, બુદ્ધિને આધારે તમારી જર્નીને તમે ક્રીએટિવ બનાવી હતી. તમે સેલિબ્રિટી હોવા છતાં પણ દરેક કામને સામાન્ય રીતે કરતા હતા. દરેક અગત્યની ઘટનાનો અનુભવ લેવા માટે તમે હંમેશાં આતુર રહેતા હતા. લાઇફમાં આવતી આ​કસ્મિકતામાં તમે વિશ્વાસ રાખતા હતા. જોકે મારા માટે તો એ મેળવવું અશક્ય દેખાઈ રહ્યું છે.’
આ વિશે વધુ જણાવતાં બબીલે કહ્યું કે ‘હું એ વસ્તુને ખૂબ મિસ કરું છું જ્યારે તમે અયાન અને મારી આંખોમાં એવી રીતે જોતા હતા જાણે કે બીજું કાંઈ છે જ નહીં. એક વ્યક્તિ તરીકે તમે જે સિદ્ધિ પ્રાપ્ત કરી છે એ ક્ષણોમાં પણ મને એહસાસ થયો છે કે તમને એક ઍક્ટર તરીકે નહીં, પરંતુ એક પિતા તરીકે રહેવું વધુ પસંદ હતું. એ પણ ત્યારે જ્યારે તમે વિશ્વના બેસ્ટ ઍક્ટર હતા. 
મને એવો એહસાસ થાય છે કે મેં તમારી ચિંતા તરફ ધ્યાન ન આપ્યું. બાબા, આપણું હસવાનું મને ખૂબ યાદ આવે છે.’

irrfan khan bollywood news bollywood gossips bollywood entertainment news