29 January, 2021 03:28 PM IST | Mumbai | Agencies
ફિલ્મની શરૂઆતનાં સમયે ડર લાગે છે અમિતાભ બચ્ચનને
અમિતાભ બચ્ચનને કોઈ પણ નવી ફિલ્મનું શૂટિંગ શરૂ કરે તો શરૂઆતમાં ગભરામણ થાય છે. તેમણે હાલમાં જ અજય દેવગનની ‘મે ડે’નું શૂટિંગ શરૂ કર્યું છે. તેમણે પોતાનો ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેમણે વાઇટ સ્વેટશર્ટ અને બ્લેક પેન્ટ પહેર્યું છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને અમિતાભ બચ્ચને કેપ્શન આપી હતી કે ‘હે ભગવાન... નવી ફિલ્મની શરૂઆત કરતાં જ હંમેશાં મને એક પ્રકારની ગભરામણ... ચેતના શૂન્ય અને સતત ગડમથલ ચાલ્યા કરે છે. ચિંતા સતાવે છે કે હવે શું થશે અને જો આ કામ કરીશું તો લોકો એનો સ્વીકાર કરશે અને મંજુરી આપશે કે નહીં. એવુ લાગે છે કે દોડીને ક્યાંક સંતાઈ જાઉં.’