03 August, 2025 07:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા
આશા પારેખ, વહીદા રહમાન અને હેલનની ગણતરી બૉલીવુડની જાણીતી ઍક્ટ્રેસ તરીકે થાય છે. તેમણે ૧૯૬૦ અને ૧૯૭૦ના દાયકામાં હિન્દી ફિલ્મઉદ્યોગમાં નોંધપાત્ર યોગદાન આપ્યું હતું. ખાસ વાત તો એ છે કે આટલાં બધાં વર્ષો વીતી ગયા પછી આજે પણ તેમની મિત્રતા અકબંધ છે અને તેઓ નિયમિત એકબીજાના સંપર્કમાં રહે છે. હાલમાં આશા પારેખે તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં વહીદા રહમાન અને હેલન રેસ્ટોરાંમાં સાથે ડિનર લેતાં હોય એવી તસવીર શૅર કરી હતી અને કૅપ્શન આપી હતી કે ‘જબ વી મેટ... મારા પ્રિયજનો સાથેની અમૂલ્ય ક્ષણો.️’ આ તસવીર જ દર્શાવે છે કે દાયકાઓ પછી પણ તેમની મિત્રતા કેટલી ગાઢ છે.