midday

‘બેશરમ રંગ’ ગીતના સપોર્ટમાં આવ્યાં આશા પારેખ

26 December, 2022 05:12 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનેક હિન્દુ સંગઠનોએ ફિલ્મ રિલીઝ ન થવા દેવાની ધમકી પણ આપી છે
‘બેશરમ રંગ’ ગીતના સપોર્ટમાં આવ્યાં આશા પારેખ

‘બેશરમ રંગ’ ગીતના સપોર્ટમાં આવ્યાં આશા પારેખ

આશા પારેખ ‘પઠાન’ ફિલ્મના ‘બેશરમ રંગ’ ગીતના સપોર્ટમાં આવ્યાં છે. તેમનું એમ કહેવું છે કે વસ્તુને મનોરંજન તરીકે લેવી જોઈએ. આ ગીતમાં દીપિકા પાદુકોણે જે કેસરી રંગની બિકિની પહેરી છે એને લઈને લોકોએ વિરોધ નોંધાવ્યો છે. અનેક હિન્દુ સંગઠનોએ ફિલ્મ રિલીઝ ન થવા દેવાની ધમકી પણ આપી છે. આ ફિલ્મ આવતા વર્ષે પચીસ જાન્યુઆરીએ હિન્દી, તામિલ અને તેલુગુમાં રિલીઝ થવાની છે. ગીતને લઈને ચાલી રહેલા વિવાદ પર પોતાના વિચાર માંડતાં આશા પારેખે કહ્યું કે ‘આ ખૂબ જ ખોટી વસ્તુ છે. ફિલ્મ તો ફિલ્મ છે. એનો મૂળ ઉદ્દેશ તો મનોરંજન આપવાનો છે. હવે જો કોઈ ઍક્ટ્રેસે ઑરેન્જ પહેર્યું અથવા તો નામ કંઈક એવું રાખવામાં આવ્યું તો શું એને બૅન કરવાનું? આ સારું નથી લાગતું. જો આવી બધી બાબતોને લઈને લોકો ફિલ્મોનો બૉયકૉટ કરતા રહેશે તો ઇન્ડસ્ટ્રીને નુકસાન થશે.’

Whatsapp-channel
entertainment news bollywood news bollywood gossips bollywood asha parekh pathaan Shah Rukh Khan