અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૅબ્રિએલા બીજી વખત પ્રેગ્નન્ટ

30 April, 2023 07:37 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એની જાહેરાત ગૅબ્રિએલાએ સોશ્યલ મીડિયામાં કરી છે. તેણે પ્રેગ્નન્સી-શૂટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે

ગૅબ્રિએલા

અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગૅબ્રિએલા ડિમિટ્રીએડ્સ બીજી વખત પ્રેગ્નન્ટ થઈ છે. એની જાહેરાત ગૅબ્રિએલાએ સોશ્યલ મીડિયામાં કરી છે. તેણે પ્રેગ્નન્સી-શૂટનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એમાં તેનું બેબી-બમ્પ સ્પષ્ટ દેખાય છે. ૨૦૧૮માં બન્નેએ ડેટિંગની શરૂઆત કરી હતી. ત્યાર બાદ ૨૦૧૯માં તેઓ એક દીકરાના પેરન્ટ્સ બન્યા હતા અને તેનું નામ ઍરિક રાખવામાં આવ્યું છે. જોકે બન્નેએ લગ્ન નથી કર્યાં. હવે ફરી પાછી તેમના ઘરે બા‍ળકની કિલકારી સાંભળવા મળશે.

entertainment news bollywood news arjun rampal