07 January, 2024 08:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અર્જુન બિજલાણી
અર્જુન બિજલાણી હવે ‘સ્પ્લિટ્સવિલા’ની આગામી સીઝન હોસ્ટ નથી કરવાનો. તે હાલમાં ‘પ્યાર કા પહલા અધ્યાય – શિવ શક્તિ’માં જોવા મળી રહ્યો છે. તેણે ‘સ્પ્લિટ્સવિલા’ની ૧૪મી સીઝન સની લીઓની સાથે મળીને હોસ્ટ કરી હતી. આ શો નવેમ્બર ૨૦૨૨થી ફેબ્રુઆરી ૨૦૨૩ સુધી ચાલ્યો હતો. તે છેલ્લે ‘ઇન્ડિયાઝ ગૉટ ટૅલન્ટ’ની ૧૦મી સીઝનને હોસ્ટ કરતો જોવા મળ્યો હતો. આ વિશે વાત કરતાં અર્જુને કહ્યું કે ‘મારા દિલની ખૂબ નિકટ છે ‘સ્પ્લિટ્સવિલા.’ એ શોને હોસ્ટ કરવાની મને ખૂબ મજા આવી હતી. આ વર્ષે હું આગામી સીઝન હોસ્ટ કરી શકું એમ નથી, કારણ કે મારી ડેઇલી સોપનું શૂટિંગ ખૂબ ડિમાન્ડિંગ છે. ‘સ્પ્લિટ્સવિલા’ યુવાનોમાં ખૂબ ફેમસ છે અને હું મારા યુથને મિસ કરીશ. એક ઍક્ટરે હંમેશાં મલ્ટિટાસ્ક કરવું પડે છે. ઍક્ટિંગનું પ્રોફેશન ખૂબ ડિમાન્ડિંગ છે, પરંતુ જો તમને એના પૅશન તરીકે જુઓ તો એ તમારા ફેવરમાં કામ કરી શકે છે. પર્સનલ અને પ્રોફેશનલ લાઇફને બૅલૅન્સ કરવું પણ એક આર્ટ છે અને હું એને ખૂબ સારી રીતે મૅનેજ કરી રહ્યો છું.’