05 June, 2024 07:56 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અનુ કપૂર
અનુ કપૂર પર હુમલો કરવામાં આવ્યો એ સાથે તેણે બંદૂક લઈને ફરવાની તૈયારી દેખાડી છે. તેની ‘હમારે બારહ’ આ શુક્રવારે રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મમાં મુસ્લિમોને ખોટી રીતે દેખાડવામાં આવ્યા હોવાનું કહીને એને બૅન કરવાની ડિમાન્ડ કરવામાં આવી રહી છે. જોકે સેન્સર બોર્ડ દ્વારા ફિલ્મને પાસ કરાવી દીધી હોવાથી હવે અનુ કપૂરને મારી નાખવાની ધમકી મળી રહી છે. જોકે અનુ કપૂરે પોલીસ-પ્રોટેક્શન પણ માગ્યું છે. આ વિશે વાત કરતાં અનુ કપૂર કહે છે, ‘પર્સનલ લેવલ પર કહું તો પણ હું ભગવાનમાં નથી માનતો. મારા ડિરેક્ટર અને પ્રોડ્યુસરને લાગ્યું કે આ પાત્ર માટે હું બેસ્ટ છું એથી મેં એ પૂરી પ્રામાણિકતાથી ભજવ્યું છે. હું ધર્મમાં કે પૉલિટિક્સમાં નથી માનતો. મેં આ ફિલ્મ કરી, કારણ કે મને સારા પૈસા મળ્યા. હું પૈસા માટે કામ કરું છું; પૈસા માટે હું કોઈના ખિસ્સા પર હાથ નહીં મારું, ચોરી નહીં કરું, કોઈનું ગળું નહીં દબાવું અને મારા દેશ સાથે ગદ્દારી પણ નહીં કરું. ફિલ્મનો વિરોધ કરવો હોય તો શબ્દોથી કરો, બંદૂકથી નહીં. જો લોકો બંદૂક લઈને આવશે તો અમે પણ બંદૂક ઉઠાવીશું.’