બોડીકોન ડ્રેસમાં હૉટ પિક શૅર કરવું અનન્યા પાંડેને પડ્યું ભારે, લોકોએ ટ્રોલ કરી કહ્યું...

04 August, 2024 07:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Ananya Pandey New Hot Pics: અનન્યા પાંડે અને ક્રિકેટર હાર્દિક પંડ્યા કદાચ ડેટ કરી રહ્યા હોવાની જોરદાર ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે.

અનન્યા પાંડેએ પોસ્ટ કરેલી તસવીરો (સૌજન્ય: સોશિયલ મીડિયા)

બૉલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey New Hot Pics) ફરી એક વખત તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને ફરી એક વખત ચર્ચામાં આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી તેનું નામ ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે જોડવામાં આવી રહ્યું છે. દરમિયાન, હવે અનન્યા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરેલી લેટેસ્ટ તસવીરોને લઈને ટ્રોલ થઈ રહી છે. તાજેતરમાં અનન્યા પાંડેએ તેના ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો પોસ્ટ કરી હતી જેણે હવે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. આ તસવીરોમાં અનન્યા ગ્રે કલરના બોડીસુટ ડ્રેસમાં જોવા મળી રહી છે. અનન્યાએ મિરર સેલ્ફી લેતી વખતે તેના બોડીકોન ડ્રેસમાં તેના કર્વ્સને ફ્લોન્ટ કરતી દેખાઈ રહી છે.

અનન્યા પાંડેએ શૅર કરેલી આ તસવીરોમાં તેણે એકદમ ઓછો મેકઅપ કરીને તેના લૂકને કંપલિટ કર્યો છે. અનન્યાની આ તસવીરોમાં આગળ તેણે પાર્ટીની તસવીરો પણ પોસ્ટ કરી છે. ફોટો શૅર કરીને અનન્યાએ કેપ્શનમાં લખ્યું, `ગર્લ્સ નાઈટ.` જો કે, કેટલાક ફેન્સને અનન્યા પાંડેનો આ લુક બિલકુલ પસંદ નથી આવ્યો અને તેમણે તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. અનન્યા પાંડેની તસવીર (Ananya Pandey New Hot Pics) પર લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપતી કમેન્ટ્સ કરી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું કે, `આટલા સુંદર હોવાનો શું ફાયદો, જો તમારે તમારી બોડી દેખાડવી હોય.` કેટલાક ચાહકોએ તો એમ પણ કહ્યું કે તેણે આ પાર્ટની સર્જરી કરાવી હશે. એકે લખ્યું, `અનન્યા હંમેશા તેના દેખાવને લઈને ઇનસિકયોર રહી છે અને તેને આ રીતે જોઈને દુઃખ થયું.` જ્યારે એકે લખ્યું, `કદાચ અભિનેત્રીએ બટ પેડ પહેર્યા હતા.`

અનન્યા પાંડે છેલ્લે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નમાં (Ananya Pandey New Hot Pics) જોવા મળી હતી. જ્યાં તેણે પોતાના જબરદસ્ત ડાન્સ પરફોર્મન્સથી લોકોને અકર્ષ્યા હતા. અનન્યાએ રણવીર સિંહ, હાર્દિક પંડ્યા અને અર્જુન કપૂર સાથે ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે લગ્નમાં પોતાના લુકથી પણ દરેકને ચોંકાવી દીધા હતા.

અનન્યા પાંડેના અંગત જીવન વિશે વાત કરીએ તો, તે બૉલિવૂડ એક્ટર આદિત્ય રોય કપૂર સાથેના બ્રેકઅપ પછી આગળ વધી રહી છે. લગભગ બે વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા બાદ બંને અલગ થયા હતા અને હવે અનન્યા પાંડે અને ક્રિકેટર હાર્દિક પંડ્યા (Ananya Pandey New Hot Pics) કદાચ ડેટ કરી રહ્યા હોવાની જોરદાર ચર્ચા સોશિયલ મીડિયા પર પણ જોવા મળી રહી છે. રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્ન પછી હાર્દિક અને અનન્યાએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું શરૂ કરી દીધું છે. જો કે અભિનેત્રી તરફથી હજુ સુધી આ અંગે કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.

Ananya Panday photos instagram hardik pandya bollywood news bollywood bollywood gossips entertainment news