19 November, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં એવી પોસ્ટ શૅર કરતા રહે છે જેને જોઈને ચાહકો વિચારમાં પડી જાય છે કે આખરે તેઓ કયા સંદર્ભમાં આ વાત કહી રહ્યા છે. હાલમાં અમિતાભની ૧૫ નવેમ્બરે કરેલી એક પોસ્ટ ચર્ચામાં આવી હતી. અમિતાભ પર હુમલો કરવાના કાવતરાને નિષ્ફળ બનાવીને બે જણની ધરપકડ થઈ એ પછી બિગ બીએ માત્ર ‘બચ ગએ’ લખેલી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને પગલે તેમને નવેસરથી ધમકી મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તમે ગમે એટલી બુલેટપ્રૂફ કૅબિન બનાવડાવી લો, અમે મારીને રહીશું. એ પછી ખાલિસ્તાનતરફી આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુએ પણ ‘બચ ગએ કિ ફસ ગએ’ એવો કટાક્ષ કરીને અમિતાભ બચ્ચનને ધમકી આપી છે. એને પગલે બિગ બીએ આ બધાની ફીરકી લેતા હોય એમ ગઈ કાલે તેમની ‘બચ ગએ’વાળી પોસ્ટનો ખુલાસો કરતી પોસ્ટ સોશ્યલ મીડિયા પર મૂકી હતી. એમાં તેમણે લખ્યું : KBC શૂટ પે પૅન્ટ કી બેલ્ટ ટૂટ ગયી, જલ્દી સે નાડા બાંધ લિયા – બચ ગએ.