13 March, 2026 02:46 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
એક પછી એક બધા જ ચાલ્યા જાય છે
અમિતાભ બચ્ચન પોતાના એક નજીકના મિત્રના અવસાનથી ખૂબ ઇમોશનલ અને દુઃખી થઈ ગયા છે. ગઈ કાલે તેમણે પોતાના બ્લૉગ પર એક નોંધ લખીને આ સમાચાર શૅર કર્યા અને પોતાના સ્વર્ગસ્થ મિત્રને યાદ કર્યા.
અમિતાભે પોતાના બ્લૉગમાં લખ્યું કે ‘એક વધુ ખૂબ જ પ્રિય મિત્ર ગુમાવ્યો જે અઢળક પ્રેમ અને હાસ્યથી ભરેલો હતો. કોઈ પણ પરિસ્થિતિમાં મજબૂત રહેતા, મુશ્કેલ સમયમાંથી પણ બહાર આવવાનો રસ્તો શોધી લેતા અને હંમેશાં ચહેરા પર સ્મિત રાખતા. હવે તેઓ નથી રહ્યા એ વાત માનવી મુશ્કેલ છે. એક પછી એક બધા જ ચાલ્યા જાય છે.’