22 February, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અક્ષય કુમાર
અક્ષયકુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલે ‘હેરાફેરી 3’નું શૂટિંગ શરૂ કરી દીધું હોવાની ચર્ચા છે. ‘હેરાફેરી’ સિરીઝની ત્રીજી ફિલ્મ માટે ક્રીએટિવ ડિફરન્સને કારણે અક્ષયકુમારે ના પાડી હોવાની ચર્ચા ચાલી હતી. આ ફિલ્મમાં તેની જગ્યાએ કાર્તિક આર્યનને પસંદ કરવામાં આવ્યો હતો. જોકે હવે અક્ષય ફરી રાજુના રોલમાં જોવા મળશે એવી ચર્ચા છે. પબ્લિક ડિમાન્ડને કારણે ફિરોઝ નડિયાદવાલાએ ફરી અક્ષયકુમાર સાથે વાતચીત કરી હોવાનું જાણવા મળ્યું છે. જોકે કાર્તિક આ ફિલ્મમાં છે કે નહીં એ હજી એક સવાલ છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટ ફાઇનલ થઈ ગઈ છે અને હવે દરેક વ્યક્તિને સંતોષ હોવાથી તેમણે આ ફિલ્મ કરવાની તૈયારી દેખાડી હતી. આ ફિલ્મને કોણ ડિરેક્ટ કરી રહ્યું છે એનું નામ હજી સુધી જણાવવામાં નથી આવ્યું, પરંતુ એની શરૂઆત થઈ ગઈ હોવાની ચર્ચા છે.