સાદગીની મિસાલ સમું નવયુગલ લગ્ન પછી જોવા મળ્યું મુંબઈમાં

21 September, 2024 10:01 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍરપોર્ટ પર બન્ને એકમેકનો હાથ પકડીને ચાલી રહ્યાં હતાં

અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ મુંબઈ ઍરપોર્ટ પર

તાજેતરમાં જ તેલંગણમાં પરણેલાં અદિતિ રાવ હૈદરી અને સિદ્ધાર્થ ગુરુવારે મુંબઈ ઍરપોર્ટમાંથી બહાર આવતાં દેખાયાં હતાં. ઍરપોર્ટ પર બન્ને એકમેકનો હાથ પકડીને ચાલી રહ્યાં હતાં. અદિતિએ સેંથામાં સિંદૂર પૂર્યું હતું. અદિતિ અને સિદ્ધાર્થે કોઈ ભપકા વગરનું ડ્રેસિંગ કર્યું હતું અને તેમની તસવીરો સોશ્યલ મીડિયા પર વાઇરલ થઈ એ પછી લોકો તેમની સાદગી પર ઓવારી ગયા હતા.

aditi rao hydari siddharth suryanarayan celebrity wedding mumbai airport entertainment news bollywood bollywood news