06 November, 2020 05:21 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
ફાઈલ ફોટો
બૉલીવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં (Sushant singh Rajput)નિધન બાદથી નેપોટિઝમનો મુદ્દો સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યો છે. બૉલીવૂડ અને ટીવીના ઘણા અભિનેતા અને અભિનેત્રીઓ આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે એવામાં અભિનેતા અભિષેક બચ્ચને (Abhishek bachchan)આ અંગે પોતાનો અભિપ્રાય આપ્યો રજૂ કર્યો છે.
અભિષેકે કહ્યું કે, મે ક્યારે પણ પપ્પાની મદદ લીધી નથી. મેં પપ્પા માટે ફિલ્મ પ્રોડ્યુસ કરી. મારા પિતાએ મારી એકેય ફિલ્મને ફાઈનાન્સ કરી નથી. પહેલી ફિલ્મ બાદ જો તમારી અંદર કઇ નજરે પડ્યું તો તમારી ફિલ્મની આશા મુજબ નહીં ચાલે તો તમને કામ મળશે નહીં.
અભિષેકે ઉમેર્યું કે, મને ખબર છે કે જ્યારે મારી ફિલ્મ ચાલતી ન્હોતી ત્યારે મને ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવ્યો. કઇ બની શક્યું નહીં. ઘણી ફિલ્મો શરૂ થઇ પરંતુ બજેટના કારણે બની શકી નહીં અને તે સમયે મારી પાસે એટલા પૈસા ન હતા. અહીં એવું કામ નથી આવતું કે તમે અમિતાભ બચ્ચનના (Amitabh bachchan) દીકરા છો અને શું નસીબ લઇને જન્મ લીધો છે.
તાજેતરમાં આઈએનએસને આપેલા એક ઈન્ટરવ્યૂમાં અભિષેકે કહ્યું હતું કે, પિતાએ ક્યારે પણ મારા માટે ફિલ્મ પ્રોડ્યુસ કરી નથી. પરંતુ અભિષેકે આર બાલ્કીની પા મુવીને પ્રોડ્યુસ કરી છે, જેમાં અભિષેક પોતે પણ સપોર્ટિંગ રોલમાં કામ કર્યું છે.
અભિષેકે વર્ષ 2000 માં ફિલ્મ રેફ્યુજીથી શરૂઆત કરી હતી. આ પછી અભિષેકે ઘણી ફિલ્મોમાં અભિનય કર્યો. હવે અભિષેક ખૂબ જ ટૂંક સમયમાં લુડો ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, આદિત્ય રોય કપૂર, રોહિત સુકેશ સરાફ, ફાતિમા સના શેખ અને સાન્યા મલ્હોત્રા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મ 12 નવેમ્બરે રિલીઝ થશે.