શું ગીતા મેટ્રિક પાસ થશે?

18 October, 2024 09:30 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મહિલા શિક્ષણ અને સશક્તીકરણની વાત કરતી ફિલ્મ આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ આજે રિલીઝ થાય છે

ફિલ્મનું પોસ્ટર

વર્ષોથી કહેવાતું આવ્યું છે કે ફિલ્મો સમાજનો અરીસો છે. ઘણી વખત સમાજ પણ ફિલ્મમાંથી પ્રેરણા લે છે. કંઈક આ જ પ્રકારની મહિલા શિક્ષણ અને સશક્તીકરણ જેવા આજના જ્વલંત સામાજિક મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને બનેલી ફિલ્મ ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ આજે રિલીઝ થઈ રહી છે.

ફિલ્મમાં કશિકા કપૂર, અનુજ સૈની, પ્રણય દીક્ષિત, અતુલ શ્રીવાસ્તવ અને અલકા અમીન સહિતના કલાકારો છે. ફિલ્મનું ડિરેક્શન પ્રદીપ ખૈરવારે કર્યું છે. પ્રદીપ ખૈરવારે જ ફિલ્મનું નિર્માણ શાની સિંહ સાથે મળીને કર્યું છે. ગીતાનું મુખ્ય પાત્ર અભિનેત્રી કશિકા કપૂરે ભજવ્યું છે. તેના પિતા પંડિત વિદ્યાધર ત્રિપાઠીના પાત્રમાં અતુલ શ્રીવાસ્તવ છે. ફિલ્મની વાર્તા એવી છે કે પંડિત વિદ્યાધર ત્રિપાઠીએ તેમનાં સ્વર્ગસ્થ પત્નીને વચન આપ્યું છે કે તેઓ ગીતાને મેટ્રિક સુધીનું શિક્ષણ અવશ્ય આપશે. એવામાં કુંદન (અભિનેતા અનુજ સૈની) પોતાના મિત્રનાં લગ્નની જાનમાં ગીતાના ગામમાં આવે છે અને ગીતાને પહેલી નજરમાં જ પોતાનું દિલ આપી બેસે છે. ગીતા પણ મનોમન કુંદનને ચાહવા લાગે છે. પરંતુ વાર્તામાં ટ્વિસ્ટ ત્યારે આવે છે જ્યારે એક દિવસ કુંદન પોતાની મમ્મી માલતી દેવી (અલકા અમીન) સાથે ગીતાના ઘરે લગ્નની વાત કરવા પહોંચે છે.

પંડિતજી કુંદનને કહી દે છે કે જ્યાં સુધી ગીતા મેટ્રિક પાસ નહીં થાય ત્યાં સુધી તેનાં લગ્ન કરવાનું તેઓ વિચારી પણ નહીં શકે. આ ભીષ્મ પ્રતિજ્ઞા સાંભળીને કુંદન તેમની મમ્મી સાથે પાછો ફરે છે. ‘આયુષ્મતી ગીતા મેટ્રિક પાસ’ ફિલ્મમાં પાંચ ગીત છે. એમાંનું એક ગીત ‘રંગરેજા’ રેખા ભારદ્વાજે ગાયું છે. સંગીતકાર સંજીવ આનંદ છે.

upcoming movie box office latest films film review indian films entertainment news bollywood bollywood news