09 March, 2025 07:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સહર હેગડે
આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન હીરો બની ગયો છે અને હવે તેની ભાણેજ સહર હેગડે પણ હિરોઇન બનવા માટે તૈયાર છે. હાલમાં એક કાર્યક્રમમાં આમિર ખાનની બહેન નિખત હેગડે પોતાની પુત્રી સહર સાથે જોવા મળી હતી. સહરનો એક વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે, જેમાં ફૅન્સ તેની સુંદરતાની ખૂબ પ્રશંસા કરી રહ્યા છે.
આમિર ખાનની બહેન નિખત હેગડે ચાર ભાઈ-બહેનમાં સૌથી મોટી છે. નિખત હેગડે પણ ઍક્ટ્રેસ છે અને ‘પઠાન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. નિખત એક ફિલ્મ પ્રોડ્યુસર પણ છે અને ‘તુમ મેરે હો’, ‘હમ હૈં રાહી પ્યાર કે’, ‘મદહોશ’ અને ‘લગાન’ જેવી ફિલ્મો બનાવી ચૂકી છે. નિખતની પુત્રી સહર ખૂબ સુંદર છે અને તાજેતરમાં પોતાની મમ્મી સાથે જોવા મળી હતી. સહરનો વિડિયો વાઇરલ થયો છે અને ફૅન્સ તેમની પ્રશંસા કરી રહ્યા છે. ચર્ચા છે કે સહર પણ બૉલીવુડમાં કામ કરવા માટે તૈયાર છે અને હિરોઇન બનવા માગે છે.