16 November, 2024 07:21 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
શાકભાજીની પ્રતીકાત્મક તસવીર
વધી રહેલી મોંઘવારીના સંદર્ભમાં ગઈ કાલે કેન્દ્ર સરકારના ફાઇનૅન્સ સેક્રેટરી તુહીન કાન્તા પાંડેએ કહ્યું હતું કે ‘જ્યાં સુધી ઇન્ફ્લેશનનો સવાલ છે તો હું તમને કહેવા માગું છું કે માત્ર પાંચ જ
કૉમોડિટીને લીધે આ સમસ્યા સર્જાઈ છે. એમાં ટમેટાં, કાંદા, બટાટા, સોનું અને ચાંદીનો સમાવેશ છે. જો આ પાંચ કૉમોડિટીને હટાવી લઈએ તો કોર ઇન્ફ્લેશનનો દર ૪.૨ ટકા છે. આ પાંચેય કૉમોડિટીના ભાવમાં જબરદસ્ત મૂવમેન્ટ થવાને લીધે આ પરિસ્થિતિ ઊભી થઈ છે.’ઑક્ટોબર મહિનામાં રીટેલ ઇન્ફ્લેશન વધીને ૬.૨ ટકા થઈ ગયું હતું.