✕

ખાનગી બૅન્કોના સથવારે એક વધુ હજારી જમ્પ સાથે બજાર ૭૭,૦૦૦ નજીક

04 November, 2026 08:06 AM IST  |  Mumbai | Anil Patel

HDFC અને ICICI બૅન્કમાં દેખીતા કારણ વગરની તેજીથી બજારને ૫૬૦ પૉઇન્ટનો ફાયદો: ધારણા કરતાં ઓછા નફામાં સ્ટેટ બૅન્ક પોણાબે ટકા ડાઉનઃ ચોખ્ખો નફો ૮૨ ટકા ડૂલ થતાં KEC ઇન્ટરનૅશનલમાં ૬ વર્ષથી વધુનું બૉટમ બન્યું.

પ્રતીકાત્મક તસવીર

HDFC અને ICICI બૅન્કમાં દેખીતા કારણ વગરની તેજીથી બજારને ૫૬૦ પૉઇન્ટનો ફાયદો: ધારણા કરતાં ઓછા નફામાં સ્ટેટ બૅન્ક પોણાબે ટકા ડાઉનઃ ચોખ્ખો નફો ૮૨ ટકા ડૂલ થતાં KEC ઇન્ટરનૅશનલમાં ૬ વર્ષથી વધુનું બૉટમ બન્યુંઃ પરિણામની પૂર્વસંધ્યાએ BSE લિમિટેડ નિફ્ટીમાં બેસ્ટ ગેઇનર: પૉઝિટિવ ટર્નઅરાઉન્ડમાં કીટેક્સ ગાર્મેન્ટ્સ ઉપલી સર્કિટ દેખાડીને ‘એ’ ગ્રુપમાં ટૉપ ગેઇનર બની:  પરિણામપૂર્વે MCX ઑલટાઇમ હાઈ થઈ ૭.૮ ટકા ઊછળી, NSE લિમિટેડ સુધારામાં: એટર્નલમાં ૧૩ માસનું શિખર, MOILમાં ૩૮ માસનું બૉટમ

વિશ્વબજારમાં ક્રૂડ નીચામાં ૧૦૩ ડૉલર થયા બાદ દોઢેક ટકો વધી હાલ ૧૦૬ ડૉલર ઉપર ચાલે છે. એશિયા ખાતે સાઉથ કોરિયા પોણાચાર ટકા, ઇન્ડોનેશિયા ચારેક ટકા, તાઇવાન સાડાત્રણ ટકા સહિત તમામ અગ્રણી બજાર મંગળવારે ઘટ્યાં છે. એક માત્ર હૉન્ગકૉન્ગ ૦.૪ ટકા જેવું સુધર્યું છે. યુરોપ પણ રનિંગમાં સાધાણરથી માંડી અડધા ટકા કરતાં વધુ ડાઉન હતું. આ બધાથી વિપરિત  ચાલમાં ઘરઆંગણે સેન્સેક્સ એક વધુ હજારી જમ્પમાં ૧૨૨૫ પૉઇન્ટ ઊછળી ૭૬,૯૧૮ તથા નિફ્ટી ૩૭૦ પૉઇન્ટની આગેકૂચમાં ૨૩,૮૧૧ બંધ આવ્યો છે. નિફ્ટમાં વીકલી એક્સપાયરીના ટાંકણે બન્ને બજાર સોમવારની જેમ જ કસીનો-સેશનમાં ઇન્ટ્રા-ડે હાઈ બનાવી ત્યાં જ બંધ થયા છે એ સૂચક છે. શૅરઆંક આગલા બંધથી ૫૯૫ પૉઇન્ટ વધીને ૭૬,૨૮૮ બંધ થયા પછી નીચામાં ૭૬,૦૩૪ની અંદર જઈ કસીનો-સેશન પૂર્વે ૭૬,૭૧૭ થયો હતો એ પછીથી ૭૬,૯૧૮ની ઇન્ટ્રા-ડે હાઈ બતાવી ત્યાં જ બંધ રહ્યો છે. નિફ્ટી ૧૪૧ પૉઇન્ટ પ્લસ, ૨૩,૫૮૨ ખૂલી નીચામાં ૨૩,૪૮૨ થઈ કસીનો-સેશન પૂર્વે ૨૩,૭૩૧ થયો હતો એ ગણતરીની મિનિટમાં ૨૩,૮૧૧ નજીક જઈ ત્યાં જ બંધ થયો છે. મજબૂત માર્કેટ બ્રેડ્થમાં NSEમાં વધેલા ૨૧૨૭ શૅર સામે ૧૪૩૭ જાતો ઘટી છે. માર્કેટકૅપ ૪.૭૪ લાખ કરોડ વધી ૪૮૬.૭૯ લાખ કરોડ પહોંચ્યું છે. FMCG ઇન્ડેક્સ ગઈ કાલે ૩.૪ ટકા, પ્રાઇવેટ બૅન્ક નિફ્ટી બે ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ ૨.૩ ટકા મજબૂત થયા છે. PSU બૅન્ક નિફ્ટી સવા ટકો ઘટ્યો છે.

સ્ટેટ બૅન્કની નેટ ઇન્ટરેસ્ટ ઇન્કમ સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૧૪.૭ ટકા વધી ૪૯,૧૪૩ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૧૪.૩ ટકા વધીને ૨૦,૧૬૦ કરોડ નોંધાયો છે. એમાં SBI ફન્ડ્સ મૅનેજમેન્ટના IPOમાં સવાછ ટકા હિસ્સાના ડાઇવેસ્ટમેન્ટથી મળેલા ૭૨૮૮ કરોડના વન ટાઇમ ગેઇનનો ફાળો નોંધપાત્ર છે. બજારની એકંદર ધારણા ૨૨,૬૧૯ કરોડના નેટ નફાની હતી. સરવાળે શૅર ગઈ કાલે રિઝલ્ટ બાદ ૧૦૦૬ની ઇન્ટ્રા-ડે હાઈથી ઘટી ૯૬૧ થઈ છેવટે ૧.૮ ટકા ઘટી ૯૬૯ બંધ આવ્યો છે. આગલા દિવસે ૬ વર્ષના મોટા ઉછાળે ૧૧.૬ ટકાની તેજીમાં ૧૨૯૯ બંધ થયેલી રિલાયન્સ મંગળવારે ઉપર ૧૩૦૭ બતાવી નીચામાં ૧૨૮૧ થઈ અડધો ટકો વધીને ૧૩૦૬ થઈ છે. સેન્સેક્સમાં NTPC ૦.૯ ટકા ઘટી ૩૨૧ રહી છે. ઇન્ફોસિસ નિફ્ટી ખાતે ૧.૧ ટકા બગડી ૧૧૪૮ બંધમાં નરમાઈમાં આગળ હતી પણ સેન્સેક્સ ખાતે એ પોણા ટકાના સુધારામાં ૧૧૪૬ રહી છે.

પરિણામની પૂર્વસંધ્યાએ BSE લિમિટેડ ઉપરમાં ૩૬૭૮ બતાવી પાંચ ટકા કે ૧૭૬ રૂપિયા ઊંચકાઈ ૩૬૬૬ બંધમાં ઝળકી છે. HDFC બૅન્ક દેખીતા કોઈ જ કારણ વગર સાડાત્રણ ટકાના જમ્પમાં ૯૨૫ બંધ આપી ટૉપ ગેઇનર બની સેન્સેક્સને ૩૨૬ પૉઇન્ટ ફળી છે. ભારતી ઍરટેલના રિઝલ્ટ પાંચમીએ છે. શૅર ૪ ગણા કામકાજે ૨૦૮૧ નજીક જઈ ૪ ટકા વધી ૨૦૬૬ રહ્યો છે. ICICI બૅન્ક પણ કોઈ જ ટ્રીગર વિના ૧૪૩૧ વટાવી ૨.૮ ટકા વધી ૧૪૨૪ બંધ થતાં બજારને ૨૩૪ પૉઇન્ટ મળ્યા હતા. એશિયન પેઇન્ટ્સ ક્રૂડની નરમાઈની થીમમાં ૩.૬ ટકા વધી ૨૪૩૧ થઈ, હિન્દુસ્તાન યુનિલીવર ૪.૨ ટકા, અલ્ટ્રાટેક ૩ ટકા, ઍક્સિસ બૅન્ક ૧.૮ ટકા, ઇન્ડિગો ૧.૯ ટકા, તાતા કન્ઝ્યુમર ૪.૩ ટકા, નેસ્લે ૪.૫ ટકા, આઇશર ૩.૨ ટકા, શ્રીરામ ફાઇનૅન્સ અઢી ટકા અપ હતી. એટર્નલ ૩૫૦ની વિક્રમી સપાટી બનાવી ૧.૭ ટકા વધી ૩૪૯ રહી છે. એની હરીફ સ્વિગી સામાન્ય ઘટાડે ૧૭૬ હતી. નિફ્ટી ખાતે પાવર ગ્રિડ ૩ ટકા, ONGC સવા ટકો, અદાણી એન્ટરપ્રાઇઝિવ પોણો ટકો નરમ હતી. તાતા સ્ટીલ અને ટ્રેન્ટ અડધો ટકો ઢીલી હતી. કીટેક્સ ગાર્મેન્ટ્સ ૧૭૧૩ લાખની નેટ લૉસમાંથી ૧૩૭૧ લાખના નફામાં આવતાં ૨૩ ગણા વૉલ્યુમે ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૩૯ થઈ ૧૫.૩ ટકા વધી ૧૩૩ રહી છે. કારટ્રેડ ટેક અઢી ગણા કામકાજે ૧૦ ટકા ઊછળી ૨૪૯૭ થઈ છે.  KEC ઇન્ટરનૅશનલ નફામાં ૮૨.૫ ટકાના ધોવાણના પગલે ૭૪ માસની બૉટમ બનાવી ૯.૩ ટકા લથડી ૩૧૬ થઈ છે. તાલ ટેક ૪૮ ટકાની નફાવૃદ્ધિમાં ૧૦૨૭ થઈ ૧૪.૭ ટકા ઊછળીને ૯૯૫ બંધ આવી છે.

BLS પૉલિમર્સ અને SFC એન્વાયર્નમેન્ટલનું મઝેદાર લિસ્ટિંગ

ચાલુ સપ્તાહે સોમવારે ખૂલેલો વેદાન્ત પૉલિફેબ્સનો SME ઇશ્યુ લાગે છે કે ચાલુ વિક્રમ સંવતનો અંતિમ IPO બની રહેશે કેમ કે હાલ નક્કી હોય એવું એક પણ અન્ય ભરણું દેખાતું નથી. ગઈ કાલે વેદાન્ત પૉલિફેબ્સનો ૧૦ના શૅરદીઠ ૯૪ના ભાવનો ૫૭ કરોડનો NSE SME ઇશ્યુ બીજા દિવસના અંતે કુલ ૮૦ ટકા જેવો ભરાયો છે. ભરણું આજે બુધવારે બંધ થશે. ગ્રેમાર્કેટમાં ૧૫વાળું પ્રીમિયમ અત્યારે ૧૫નું છે. મંગળવારે કુલ ૪ SME ભરણાં પૂરાં થયાં છે. એમાં બરોડા ખાતેની મૅક્સવેલ એન્જિનિયરિંગનો ૧૦ના શૅરદીઠ ૧૫૮ના ભાવનો ૫૭૬૪ લાખનો NSE SME IPO આખરી દિવસે રીટેલમાં ૫૫૪ ગણા સહિત કુલ ૫૪૦ ગણો, અમદાવાદની વેક્ટ્રાસ એન્પ્રોકોનનો ૧૦ના શૅરદીઠ ૧૦૫ના ભાવનો ૫૩૦૫ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૪.૪ ગણા સહિત કુલ ૪.૨ ગણો, મહેસાણાના જગુદણ ખાતેની જ્હૉનસન કૅબ ઇલેક્ટ્રિકલ્સનો ૧૦ના શૅરદીઠ ૨૦૦ના ભાવનો ૫૬૦૨ લાખનો BSE SME ઇશ્યુ રીટેલમાં ૧૮ ગણા સહિત કુલ ૨૪ ગણો તેમ જ નવી દિલ્હીની HGS ઇન્ડિયાનો ૧૦ના શૅરદીઠ ૧૨૦ના ભાવનો ૩૪૫૬ લાખનો NSE SME ઇશ્યુ રીટેલમાં ૨૩૫ ગણા સહિત કુલ ૨૫૦ ગણો ભરાઈ પૂરો થયો છે. હાલમાં ગ્રેમાર્કેટ ખાતે મૅક્સવેલમાં ૮૦નું, વેક્ટ્રાસમાં ઝીરો, જ્હૉનસન કેબમાં ૮નું અને HGSમાં પચીસનું પ્રીમિયમ બોલાય છે.

દરમ્યાન આગલા દિવસે પોણાચાર ટકા લિસ્ટિંગ ગેઇનમાં ૧૭૨૮ બંધ રહેલી ઇઆ ઇન્ડિયા ઑલ્ટરનેટિવ્સ ગઈ કાલે ૧૭૬૨નું શિખર બતાવી સાધારણ ઘટીને ૧૭૨૨ રહી છે. મુંબઈના બાંદરા-વેસ્ટ ખાતેની એમ.કે. સન્સ ફાઇન જ્વેલ્સ, સુરતની આજવા પ્રોજેક્ટ્સ અને રાજકોટની કારવેર રોબોવેલ્ડનું લિસ્ટિંગ આજે, બુધવારે થવાનું છે, ત્યારે એમકે સન્સમાં ૧૦નું, આજવા પ્રોજેક્ટ્સમાં એકનું તથા કારવેરમાં ૩નું પ્રીમિયમ ચાલે છે.

ગઈ કાલે ૩ કંપનીઓ નવી લિસ્ટેડ થઈ છે. મેઇન બોર્ડ ખાતે નવી મુંબઈના વાશી ખાતેની SFC એન્વાયર્નમેન્ટલ ટેક્નૉલૉઝિસ બેના શૅરદીઠ ૩૩૦ની ઇશ્યુ પ્રાઇસ અને ૩૧થી શરૂ થઈ ઉપર ૩૨ થયા બાદ ગગડી ૧૦ બતાવી છેલ્લે બોલાતા ૨૧ના પ્રીમિયમ સામે ગઈ કાલે ૩૫૪ ખૂલી ૪૨૫ બંધ રહેતાં ૨૮.૭ ટકા લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. નવી દિલ્હીની BLS પૉલિમર્સ ૧૦ના શૅરદીઠ ૧૫૦ની ઇશ્યુ પ્રાઇસ તેમ જ ૧૮થી શરૂ થઈ ઉપરમાં ૭૦ બતાવી છેલ્લે બોલાતા ૬૭ના પ્રીમિયમ સામે ૨૪૪ ખૂલી ૨૭૨ બંધ આવતાં એમાં ૮૧.૭ ટકાનો લિસ્ટિંગ ગેઇન છુટ્યો છે. નવી દિલ્હીની વિસ્ફોન ઇન્ડસ્ટ્રીઝ ૧૦ના શૅરદીઠ ૨૦૪ના ભાવથી ૧૧૦ કરોડનો SME IPO લાવી હતી એ પહેલેથી ઝીરો પ્રીમિયમ સામે ગઈ કાલે BSE ખાતે ૨૦૪ ખૂલી ૨૦૩ બંધ થતાં અડધો ટકો લિસ્ટિંગ લૉસ મળી છે.

બોનસ અને શૅર-વિભાજનના એજન્ડામાં બૉશ લિમિટેડ ઑલટાઇમ હાઈ

વૉકહાર્ટ લિમિટેડે ૨૪ ટકા જેવા વધારામાં ૯૬૯ કરોડની આવક મેળવી છે, પરંતુ નફો ફક્ત સવા ટકો વધી ૭૯ કરોડ આવ્યો છે. શૅર ઉપર ૧૯૧૫ થઈ સવા ટકો ઘટી ૧૮૬૮ હતો. સરકારી કંપની MOILની આવક જૂન ક્વૉર્ટરના મુકાબલે અડધો ટકો ઘટી ૩૬૯ કરોડ થઈ છે એમાં નફો ૨૯.૫ ટકા ગગડી ૬૨ કરોડ આવ્યો છે. શૅર ૨૦૨ના ૩૮ માસના તળિયે જઈ ૮.૫ ટકા તૂટીને ૨૦૩ હતો. રાઇસ એક્સપોર્ટર્સ કંપની KRBL દ્વારા સવાચૌદ ટકા વધારામાં ૧૭૨૭ કરોડની આવક તથા ૫૦.૬ ટકા વૃદ્ધિદરથી ૨૫૯ કરોડ નેટ નફો દર્શાવાયો છે. શૅર ઉપરમાં ૪૧૨ થઈ ૧૦.૭ ટકા ઊછળી ૪૦૧ થયો છે. VRL લૉજિસ્ટિક્સની આવક ૨૦.૭ ટકા વધી ૯૬૨ કરોડ થઈ છે. ચોખ્ખો નફો ૫૦ કરોડથી બેવડાઈ ૧૦૩ કરોડ નોંધાયો છે. શૅર ૩૧૯ની સવા વર્ષની ટૉપ બનાવી ૬ ટકા વધી ૨૯૬ હતો.

ઝાયડ્સ વેલનેસની ત્રિમાસિક આવક ૭૩.૨ ટકા વધી ૧૧૨૭ કરોડ થતાં કંપની ૫૩ કરોડની નેટ લૉસમાંથી પાંચ કરોડ પ્લસના નેટ નફામાં આવી છે. ભાવ ઉપર ૫૨૬ થયા બાદ સવાબે ટકા વધી ૪૯૪ રહ્યા છે. પરિણામ પૂર્વે MCX ચાર ગણા કામકાજે ૩૫૩૭ના બેસ્ટ લેવલે જઈ ૭.૮ ટકા કે ૨૫૩ રૂપિયાની તેજીમાં ૩૪૯૩ થઈ છે તો NSE લિમિટેડ અઢી ગણા કામકાજે ઉપર ૧૮૧૪ વટાવી ૧.૪ ટકા સુધરીને ૧૮૦૪ હતી. બજાજ ફિનસર્વની આવક ૧૬.૭ ટકા વધી ૫૩,૫૧૬ કરોડ તથા નેટ પ્રૉફિટ ૨૫ ટકા વધી ૫૯૫૨ કરોડ આવ્યો છે. શૅર પોણાબે ટકા સુધરી ૧૭૧૯ થયો છે. બૉશ લિમિટેડે ૬ નવેમ્બરે રિઝલ્ટ માટે મળનારી બોર્ડ મીટિંગમાં બોનસ તથા શૅર-વિભાજનનો એજન્ડા સામેલ કર્યો છે એના પગલે શૅર ૧૧ ગણા કામકાજે ૫૦,૪૭૦ની લાઇફ ટાઇમ હાઈ બનાવીને ૩.૮ ટકા કે ૧૮૦૩ રૂપિયા ઊછળી ૪૯,૭૦૦ બંધ થયો છે. બલરામપુર ચીની મિલ્સ પરિણામની પૂર્વસંધ્યાએ ૬ ગણા કામકાજમાં ઉપર ૬૬૬ થઈ ૯ ટકાની મીઠાશમાં ૬૫૪ હતી.

નબળાં રિઝલ્ટ્સમાં GNFC તૂટી પણ GSFC લગભગ ફ્લૅટ રહી

અગ્રણી FMCG કંપની ITC લિમિટેડે પોણાબે ટકા વધારામાં ૧૮,૪૦૧ કરોડની આવક ઉપર ૨૦ ટકાના ઘટાડે ૪૧૩૭ કરોડ નેટ નફો બતાવ્યો છે. એકંદર ધારણા ૧૭,૫૨૦ કરોડની આવક તથા ૪૧૨૯ કરોડ ચોખ્ખા નફાની હતી. માર્જિન સાડાછ ટકા ખરડાઈ ૨૮ ટકા નોંધાયું છે. શૅર ગઈ કાલે નીચામાં ૨૬૪ બતાવી ૨.૮ ટકા વધી ૨૭૩ રહ્યો છે. થોમસ કુકની આવક સવાછ ટકા ઘટીને ૧૯૪૪ કરોડ થઈ છે. નેટ પ્રૉફિટ ૨૧.૨ ટકા ગગડી ૫૨ કરોડ થયો છે. શૅર નીચામાં ૮૭ દેખાડી ૯૩ થઈને બે ટકા ઘટી ૮૮ રહ્યો છે. ગોપાલ સ્નૅક્સની આવક ૨૨.૯ ટકા વધી ૪૬૨ કરોડ થઈ છે. અગાઉના ૨૨ કરોડ સામે આ વખતે ૩૫ કરોડના વન-ટાઇમ ગેઇનના પગલે નેટ નફો ૭૭ ટકાના વધારામાં ૪૬ કરોડ નોંધાયો છે. શૅર ઉપરમાં ૨૬૨ થઈ સવા ટકો સુધરી ૨૫૪ હતો.

GSFCની આવક ૪૮.૭ ટકા વધી ૪૭૪૧ કરોડ થઈ છે, પરંતુ નફો ૩૮.૩ ટકા ખરડાઈ ૨૦૦ કરોડ આવ્યો છે. શૅર નીચામાં ૧૩૫ની અંદર જઈ નજીવા ઘટાડે ૧૩૬ બંધ થયો છે. ફ્યુઝન ફાઇનૅન્સે સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં સવાબાર ટકા વધારામાં ૪૮૬ કરોડની આવક સાથે અગાઉની ૨૨ કરોડની નેટ લૉસ સામે ૮૬ કરોડથી વધુ નેટ નફો મેળવ્યો છે. શૅર ઉપરમાં ૧૫૩ બનાવી ૧૦.૭ ટકા ઊછળી ૧૪૭ થયો છે. એકમ્સ ડ્રગ્સની આવક ૩૧.૮ ટકા વધી ૧૩૪૨ કરોડ થઈ છે. નફો ૪૩ કરોડ સામે લગભગ ત્રેવડાઇ ૧૧૫ કરોડે પહોંચ્યો છે. શૅર ઉપરમાં ૮૦૫ બતાવી ૩.૮ ટકા ઊછળીને ૭૫૯ હતો. કાર્બોરેન્ડમ યુનિવર્સલે સવાતેર ટકા વધારામાં ૧૪૬૯ કરોડની આવક મેળવી છે પણ નફો ૮૩.૩ ટકા ધોવાઈ સાડાબાર કરોડ થયો છે. શૅર નીચામાં ૧૦૫૪ થઈ ૨.૪ ટકા વધી ૧૧૦૫ થયો છે. GNFC તરફથી ૪૧ ટકા જેવા વધારામાં ૨૭૭૩ કરોડની આવક ઉપર માંડ સાડાઆઠ ટકા વૃદ્ધિદરથી ૧૯૪ કરોડ નફો દર્શાવાયો છે. શૅર નીચામાં ૪૬૨ બતાવી સવાનવ ટકા તૂટી ૪૬૪ બંધ રહ્યો છે.

મારિકો લિમિટેડ પરિણામ પાછળ વૉલ્યુમ સાથે સાડાનવ ટકા અપ

અમદાવાદી કૉન્કોર્ડ બાયોટેક શૅરદીઠ એક બોનસમાંએક્સ-બોનસની પૂર્વસંધ્યાએ ગઈ કાલે ઉપરમાં ૧૨૪૮ બતાવી ૬.૧ ટકા ઊછળી ૧૨૩૫ રહી છે. ગુજરાત નૅચરલ રિસૉર્સિસ પરિણામની પૂર્વેસંધ્યાએ ઉપરમાં ૧૦૯ થઈ પોણાબે ટકા વધી ૧૦૬ બંધ આવી છે. આ કંપની ૧૦ના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં ગુરુવારેએક્સ-સ્પ્લિટ થશે. મુંબઈના ગોવંડી-ઈસ્ટ ખાતેની નૉલેજ મરીન ઍન્ડ એન્જિનિયરિંગ વર્ક્સ પાંચના શૅરના એક રૂપિયામાં વિભાજનમાં શુક્રવારે એક્સ-સ્પ્લિટ થવાની છે. એના ત્રિમાસિક પરિણામ પણ એ જ દિવસે છે. શૅર ગઈ કાલે ઉપર ૩૨૬૮ બનાવી સાધારણ ઘટી ૩૨૦૦ થયો છે. આ કંપની માર્ચ ૨૦૨૧માં ૧૦ના શૅરદીઠ ૩૭ના ભાવથી ૧૦ કરોડનો BSE SME IPO લાવી હતી. ઇશ્યુ ૨.૭ ગણો ભરાયો હતો. બાવીસ માર્ચ ૨૦૨૧ના રોજ લિસ્ટિંગમાં શૅર ૩૮.૨૫ બંધ થયો હતો. કંપનીએ ડિસેમ્બર ૨૦૨૫માં ૧૦ના શૅરનું પાંચ રૂપિયામાં વિભાજન કર્યું હતું. શૅર ગત મહિને ૨૭ ઑક્ટોબરે ૩૪૦૫ની સર્વોચ્ચ સપાટીએ ગયો હતો. પાંચના શૅરની બુકવૅલ્યુ અત્યારે ૨૫૦ જેવી છે.

યુરેકા ફૉર્બ્સની ત્રિમાસિક આવક ૧૧.૫ ટકા વધીને ૮૮૮ કરોડ થઈ છે, નફો ૧૭.૮ ટકા વધી ૭૪ કરોડનો નોંધાયો છે. શૅર આગલા દિવસની સાડાઅગિયાર ટકાની તેજી બાદ ગઈ કાલે ઉપરમાં ૩૫૫ થઈ દોઢ ટકો ઘટી ૩૪૩ બંધ રહ્યો છે. પેટ્રોનેટ LNG તરફથી સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં ૫૩.૩ ટકા વધારામાં ૧૨૩૫ કરોડનો સ્ટૅન્ડ અલોન ધોરણે નેટ નફો મેળવી શૅરદીઠ ૭નું ઇન્ટરિમ જાહેર કરાયું છે. ભાવ નીચામાં ૨૯૪ થઈ એક ટકો વધીને ગઈ કાલે ૩૦૩ બંધ હતો. મારિકો લિમિટેડે ૧૩ ટકા વધારામાં ૩૮૯૭ કરોડની આવક ઉપર ૩૧ ટકા વૃદ્ધિદરથી ૫૫૦ કરોડ નફો દર્શાવ્યો છે. શૅર ઉપરમાં ૮૭૩ બતાવી ૯.૪ ટકા વધી ૮૭૩ થયો છે. અરવિંદ ફૅશન્સની આવક ૧૦ ટકા વધીને ૧૫૫૯ કરોડ અને નેટ પ્રૉફિટ ૨૯.૪ ટકા વધી ૪૮૫૦ લાખ જોવાયો છે. ભાવ ઉપરમાં ૩૭૩ થઈ ચારેક ટકા ઘટી ૩૫૦ હતો.

stock market sensex nifty bombay stock exchange ipo business news share market commodity market icici bank state bank of india