Paisa Ni Vaat: શૅર બજારમાં ફ્રેશરનું પહેલું પગલું શું હોવું જોઈએ? જાણો મિલન વૈષ્ણવ પાસેથી

04 March, 2025 06:58 AM IST  |  Mumbai | Viren Chhaya

Paisa Ni Vaat: આગામી એપિસોડમાં પણ આપણે CMT, MSTA મિલન વૈષ્ણવ પાસેથી જાણીશું મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગ બાબતે. જેમાં તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ અને તેની સાથે સંકળાયેલા જોખમો તેમ જ ક્રિપ્ટો ટ્રેડિંગ શું છે તે બાબતે સમજાવશે.

CMT, MSTA મિલન વૈષ્ણવ (તસવીર ડિઝાાઈન: કિશોર સોસા)

ગુજરાતીમાં સુપ્રસિદ્ધ કહેવત છે કે ‘આજે રોકડા ને ઉધાર કાલે’ જેનો સરળ અર્થ છે ‘રોકડા તે ખરા; ઉધારની વાત નહીં’. જોકે, ઉપભોક્તાવાદને પગલે આ કહેવતનો અર્થ એમ કરીએ કે ‘આજે રોકડા (લોન) ને ઉધાર (ઇએમઆઈ) કાલે’ તો પણ અતિષિયોક્તિ નથી. આવી સ્થિતિમાં યોગ્ય નાણાકીય નિર્ણયો કેવી રીતે લેવા? કઈ બાબતોનું ધ્યાન રાખવું? ઇન્વેસ્ટમેન્ટ ક્યાં, ક્યારે અને કેવી રીતે કરવું? આ બધા જ સવાલોના જવાબ આપવા માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લાવ્યું છે નવું નજરાણું ‘પૈસાની વાત’ (Paisa Ni Vaat). આ કૉલમમાં આપણે મળીશું ફાઇનાન્શિયલ એક્સપર્ટ્સને અને તેમની પાસેથી જાણીશું ફાઇનનાન્સના કેટલાક મૂળભૂત ફંડા. આજના એપિસોડમાં આપણી સાથે છે CMT અને MSTA મિલન વૈષ્ણવ જેઓ આપણને શૅર માર્કેટ અને ભારતીય અર્થવ્યવસ્થા બાબતે કેટલીક મહત્ત્વની બાબતો જણાવશે.

‘પૈસાની વાત’ના ગયા એપિસોડમાં CMT, MSTA મિલન વૈષ્ણવે શૅર બજારની સૌથી મોટી માન્યતા શું છે? બજારો વિશે તમારા યુવાનનોને તમે શું સલાહ આપશો? જેવા પ્રશ્નોના જવાબ આપ્યા હતા. અને હવે આજના એપિસોડમાં CMT, MSTA મિલન વૈષ્ણવે આગામી 5-10 વર્ષમાં ભારતીય અર્થતંત્ર, શૅર બજારમાં ફ્રેશર કઈ રીતે શરૂઆત કરી શકે? આ બાબતે પોતાનો નિષ્ણાત મત જણાવ્યો છે.

આગામી 5-10 વર્ષમાં ભારતીય અર્થતંત્ર કેવું હશે? આ બાબતે પોતાનો મત જણાવતાં મિલન વૈષ્ણવે કહ્યું કે “દેશમાં માળખાકીય સુધારાઓ, ડિજિટલ પરિવર્તન અને વધતા સ્થાનિક વપરાશને કારણે આગામી 5-10 વર્ષોમાં ભારતનું અર્થતંત્ર એક મોટા અને મજબૂત વૃદ્ધિ માટે તૈયાર છે. ઉત્પાદન, નાણાકીય સેવાઓ અને ટૅકનોલૉજી જેવા મુખ્ય ક્ષેત્રો દેશની આર્થિક સ્થિતિને મજુબત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. જ્યારે વૈશ્વિક અનિશ્ચિતતાઓ પડકારો ઉભા કરી શકે છે, ત્યારે ભારતની સ્થિતિસ્થાપકતા, વસ્તી વિષયક લાભ અને નીતિ-આધારિત પહેલ ટકાઉ વિકાસને ટેકો આપી શકે છે.

એક સંપૂર્ણ ફ્રેશર બજાર સાથે ક્યાંથી શરૂઆત કરી શકે છે? તેનું પહેલું પગલું શું હોવું જોઈએ?

મિલન વૈષ્ણવે જણાવ્યું કે “એક સંપૂર્ણ ફ્રેશરે નાણાકીય બજારો, સંપત્તિ વર્ગીકરણ અને રિસ્ક મેનેજમેન્ટની મૂળભૂત બાબતોને સમજીને શરૂઆત કરવી જોઈએ. પહેલું પગલું એ શીખવામાં સમય રોકાણ કરવાનું છે - પુસ્તકો વાંચવા, વિશ્વસનીય બજાર સંશોધનને અનુસરવા અને પ્રેક્ટિસ માટે ડેમો એકાઉન્ટ્સનો ઉપયોગ કરવો. ડેરિવેટિવ્ઝ જેવા જટિલ સાધનોની શોધખોળ કરતા પહેલા લાંબા ગાળાના રોકાણથી શરૂઆત કરવી જેવી બાબતો ખૂબ જ જરૂરી બને છે.

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમની ખાસ રજૂઆત ‘પૈસાની વાત’ના આગામી એપિસોડમાં પણ આપણે CMT, MSTA મિલન વૈષ્ણવ પાસેથી જાણીશું મ્યુચ્યુઅલ ફંડ્સ અને ક્રિપ્ટો ટ્રેડિંગ બાબતે. જેમાં તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ અને તેની સાથે સંકળાયેલા જોખમો તેમ જ ક્રિપ્ટો ટ્રેડિંગ શું છે તે બાબતે સમજાવશે.

paisa ni vaat share market indian economy stock market finance news viren chhaya business news