Meta Verified: ફેસબુક અને ઈન્સ્ટાગ્રામમાં બ્લુ ટિક માટે ચૂકવવા પડશે આટલા પૈસા

30 March, 2023 01:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Meta Verified હેઠળ સરકાર ઓળખ કાર્ડ આપી ફેસબુક (Facebook) અને ઈન્સ્ટાગ્રામ (Instagram) અકાઉન્ટને વેરિફાઈ કરાવી શકાશે. મેટા વેરિફિકેશનની સુવિધા હાલમાં બિઝનેસ અને 18 વર્ષથી ઓછી વયના લોકો માટે નથી.

પ્રતિકાત્મક તસવીર

Metaએ તાજેતરમાં પોતાના સબ્સ્ક્રિપ્શન મૉડલને અમેરિકામાં લૉન્ચ કર્યુ છે. અમેરિકામાં ફેસબુક (Facebook Verification)અને ઈન્સ્ટાગ્રામ (Instagram Verification)ના યુઝર્સ હવે 11.99  ડૉલર એટલે કે 990 રૂપિયા માસિક ચાર્જ ચૂકવીને અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકશે. જોકે આ ચાર્જ મોબાઈલ વર્જન માટે છે. વેબ વર્જનનો ચાર્જ 14.99 ડૉલર એટલે કે 1240 રૂપિયા છે. હવે મેટા વેરિફાઈડે ભારતમાં કેટલો ચાર્જ ચૂકવવો પડશે તેની જાણકારી આપી છે. મેટાનું વેરિફિકેશન મૉડલ ટ્વિટરના સબ્સ્ક્રિપ્શન મૉડલ ટ્વિટર બ્લૂ પર આધારિત છે. જાણીએ કે ભારતમાં ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ માટે બ્લૂ ટિકના કેટલા રૂપિયા ચૂકવવા પડશે. 

Meta Verified હેઠળ સરકારી ઓળખ કાર્ડ આપી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટને વેરિફાઈ કરાવી શકાશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક રિપોર્ટ અનુસાર ભારતીય યુઝર્સે દર મહિને 1450 રૂપિયા ચૂકવવા પડશે. આ કિંમત મોબાઈલ વર્જન માટે છે. આ રકમ ચૂકવી તમે ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ બંનેના અકાઉન્ટ વેરિફાઈ કરાવી શકો છો. વેબસાઈટ અથવા વેબ વર્જન માટે 1099 રૂપિયા ખર્ચ કરવા પડશે. 

મેટા વેરિફિકેશનની સુવિધા હાલમાં બિઝનેસ અને 18 વર્ષથી ઓછી વયના લોકો માટે નથી. મેટાએ યુઝર્સ લિસ્ટ જૉઈન કરવાની અપીલ કરી છે. આ સુવિધા મેટાની વેબસાઈટ પર ઉપલબ્ધ છે. 

આ પણ વાંચો: કોણ કહે છે કે આપણે ત્યાં અમુકતમુક લોકો ડ્રગ્સના બંધાણી છે?

આ પહેલા માઈક્રો બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે પેડ સબ્સ્ક્રિપ્શન સર્વિસ Twitter Buleને લોન્ચ કરી હતી. ભારતમાં બ્લુ ટિક લેવા અને પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસના ફીચર્સનો ઉપયોગ કરવા માટે મોબાઈલ યુઝર્સે 900 રૂપિયા પ્રતિ માસ ચુકવાના છે. 

જ્યારે કંપનીએ 650 રૂપિયામાં લઘુત્તમ કિંમત વાળા પ્રીમિયય સબ્સ્ક્રિપ્શનનો પ્લાન પણ જાહેર કર્યો છે. આ પ્લાન વેબ યુર્ઝસ માટે છે. નોંધનીય છે કે કંપનીએ ટ્વિટ પર બ્લૂને ગત વર્ષે નવા રૂપમાં જારી કર્યુ છે. આને પહેલા અમેરિકા, બ્રિટેન, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને જાપાન જેવા દેશોમાં લોન્ચ કરવામાં આવ્યું હતું. 

 

 

business news instagram facebook twitter