૧૮ ઑક્ટોબરથી જામશે પ્રો કબડ્ડી લીગની અગિયારમી સીઝનનો જબરદસ્ત જંગ

04 September, 2024 08:43 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૫-૧૬ ઑગસ્ટ દરમ્યાન મુંબઈમાં અગિયારમી સીઝન માટે ઑક્શનનું આયોજન થયું હતું

પ્રો કબડ્ડી લીગ

દસ સીઝન સફળતાપૂર્વક પૂર્ણ કરીને વિશ્વની સૌથી મોટી કબડ્ડી લીગ એટલે કે પ્રો કબડ્ડી લીગ એની અગિયારમી સીઝન માટે તૈયાર છે.  પ્રો કબડ્ડી લીગના આયોજકોએ ગઈ કાલે જાહેરાત કરી હતી કે ૧૮ ઑક્ટોબરથી આ લીગના નવા તબક્કાની શરૂઆત થશે. ૧૮ ઑક્ટોબરથી હૈદરાબાદમાં પહેલા ચરણની મૅચ અને ૧૦ નવેમ્બરથી નોએડામાં બીજા ચરણની મૅચ શરૂ થશે. આ લીગના ત્રીજા ચરણની મૅચ પુણેના બાલેવાડી બૅડ્મિન્ટન સ્ટેડિયમમાં ત્રણ ડિસેમ્બરથી શરૂ થશે.

ત્રણ શહેરોમાં યોજાનારી આ લીગની પ્લેઑફ અને ફાઇનલ મૅચ માટેની તારીખ અને સ્થળની જાહેરાત આગામી સમયમાં કરવામાં આવશે. ૧૫-૧૬ ઑગસ્ટ દરમ્યાન મુંબઈમાં અગિયારમી સીઝન માટે ઑક્શનનું આયોજન થયું હતું જેમાં આઠ ખેલાડીઓ ૧ કરોડ રૂપિયાથી વધુની કિંમતે ખરીદવામાં આવ્યા છે જે આ લીગના ઇતિહાસમાં એક નવો રેકૉર્ડ છે. પ્રો કબડ્ડી લીગે ભારતની સ્વદેશી રમત કબડ્ડી અને તેના રમતવીરોની રાષ્ટ્રીય તેમ જ સમગ્ર વિશ્વમાં ઓળખ બદલી નાખી છે.

kabaddi news pro kabaddi league noida sports news sports