ટેનિસ સ્ટાર નોવાક જૉકોવિચ ૮ વર્ષે ટૉપ-ટેન રૅન્કિંગમાંથી બહાર

16 September, 2026 11:18 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મળેલી હાર પછી નોવાક જૉકોવિચ ૭ સ્થાનના નુકસાન સાથે બારમા ક્રમે આવી ગયો છે

નોવાક જૉકોવિચ

સૌથી વધુ ૨૪ મેન્સ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર સર્બિયાનો ટેનિસ સ્ટાર નોવાક જૉકોવિચ ટૉપ-ટેન વર્લ્ડ રૅન્કિંગમાંથી બહાર થઈ ગયો છે. છેલ્લા ૮ વર્ષમાં પ્રથમ વખત ૩૯ વર્ષનો નોવાક જૉકોવિચ ટૉપ-ટેન વર્લ્ડ રૅન્કિંગમાં નથી.

યુએસ ઓપનના મેન્સ સિંગલ્સના પહેલા રાઉન્ડમાં મળેલી હાર પછી નોવાક જૉકોવિચ ૭ સ્થાનના નુકસાન સાથે બારમા ક્રમે આવી ગયો છે.

નવા રૅન્કિંગમાં યાનિક સિનર પહેલા ક્રમે, હાલમાં યુએસ ઓપન મેન્સ સિંગલ્સ ચૅમ્પિયન બનેલો ઍલેક્ઝેન્ડર ઝવેરેવ બીજા ક્રમે અને કાર્લોસ અલ્કારાઝ ત્રીજા ક્રમે છે.

૨૦૦૨ પછી સૌથી વધુ મેન્સ ગ્રૅન્ડ સ્લૅમ જીતનાર ટૉપ થ્રી ખેલાડીઓ ટૉપ-ટેન વર્લ્ડ રૅન્કિંગમાં નથી. ૨૦ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા રૉજર ફેડરર ૨૦૨૨માં અને ૨૨ ગ્રૅન્ડ સ્લૅમ વિજેતા રફાલ નડાલ ૨૦૨૪માં રિટાયરમેન્ટ લઈ ચૂક્યા છે. 

novak djokovic tennis news us open sports sports news