05 October, 2026 02:35 PM IST | Beijing | Gujarati Mid-day Correspondent
નોવાક જૉકોવિચ
ગઈ કાલે બીજિંગમાં ચાઇના ઓપનની રોમાંચક ક્વૉર્ટર ફાઇનલમાં ૧૧મા ક્રમાંકના નોવાક જૉકોવિચે વર્લ્ડ નંબર વન ઍલેક્ઝાન્ડર ઝ્વેરેવને હરાવ્યો હતો. ૪-૬, ૬-૪, ૬-૪થી જીત નોંધાવીને નોવાક જૉકોવિચે આ ટુર્નામેન્ટમાં અજેય રહેવાના રેકૉર્ડનો આંકડો ૩૨-૦ કર્યો.
એક ટેનિસ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ ‘અજેય શરૂઆત’ માટેનો રાફેલ નડાલનો ઓપન એરાનો રેકૉર્ડ ૩૯ વર્ષના નોવાક જૉકોવિચે તોડી નાખ્યો છે. રાફેલ નડાલે ફ્રેન્ચ ઓપનમાં શરૂઆતની સતત ૩૧ મૅચ જીત્યા પછી ૨૦૦૯માં પહેલી હારનો સામનો કર્યો હતો.