ઑલિમ્પિક્સમાં મેડલ જીતનાર અમન સેહરાવતને ફાફડા-જલેબીની ભેટ આપી જેઠાલાલે

23 August, 2024 11:11 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમન સેહરાવતની મુલાકાત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે થઈ હતી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

આ વર્ષે પૅરિસમાં થયેલી ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતનાર ભારતીય રેસલર અમન સેહરાવતની મુલાકાત ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ના જેઠાલાલ એટલે કે દિલીપ જોશી સાથે થઈ હતી. બન્ને વચ્ચે ખાસ ચર્ચા થઈ હતી. ૨૧ વર્ષના અમને ૫૭ કિલોની કૅટેગરીમાં બ્રૉન્ઝ જીત્યો હતો. દિલીપ જોશીએ અમનને ફાફડા-જલેબીની ગિફ્ટ આપી હતી. સિરિયલમાં દેખાડવામાં આવે છે કે જેઠાલાલને ફાફડા-જલેબી ખૂબ ભાવે છે. અમન અગાઉ કહી ચૂક્યો હતો કે તેને ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ શો જોવો પસંદ છે. આ મુલાકાતના ફોટો બન્નેએ ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યા હતા.

taarak mehta ka ooltah chashmah paris olympics 2024 sports sports news