06 September, 2025 12:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતના યુકી ભાંબરી અને તેના સાથી માઇકલ વીનસન
ભારતના યુકી ભાંબરી અને તેના સાથી માઇકલ વીનસને યુએસ ઓપન મેન્સ ડબલ્સ ઇવેન્ટની સેમી ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ જોડીને છઠ્ઠી ક્રમાંકિત બ્રિટિશ જોડી સામે ૭-૬, ૬-૭, ૪-૬થી હારનો સામનો કરવો પડ્યો હતો. ગ્રૅન્ડ સ્લૅમ ટુર્નામેન્ટમાં આ જોડીનું હમણાં સુધીનું આ બેસ્ટ પ્રદર્શન હતું. વર્લ્ડ રૅન્કિંગમાં બાવીસમો ક્રમ ધરાવતી આ જોડીએ સેમી ફાઇનલ સુધીની સફરમાં ચોથી અને અગિયારમી ક્રમાંકિત જોડીને પણ હરાવી હતી. દિલ્હીનો ૩૩ વર્ષનો યુકી ભાંબરી ગ્રૅન્ડ સ્લૅમની સેમી ફાઇનલ સુધી પહોંચનાર ભારતીય ટેનિસસ્ટાર મહેશ ભૂપતિ, રોહન બોપન્ના અને લિએન્ડર પેસની ક્લબમાં સામેલ થયો છે.