એશિયન ગેમ્સમાં કબડ્ડીમાં ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે ભારતની મેન્સ-વિમેન્સ ટીમની શાનદાર શરૂઆત

22 September, 2026 11:30 AM IST  |  Nagoya | Gujarati Mid-day Correspondent

એશિયન ગેમ્સ 2026માં ભારતની મેન્સ અને વિમેન્સ કબડ્ડી ટીમે જીત સાથે શરૂઆત કરી. મેન્સ ટીમે જપાનને 49-24થી અને વિમેન્સ ટીમે બંગલાદેશને 42-21થી હરાવ્યું. ભારત મેન્સ કબડ્ડીમાં 8 અને વિમેન્સમાં 3 ગોલ્ડ જીતી ચૂક્યું છે.

Asian Games Kabaddi 2026

ગઈ કાલે ભારતની મેન્સ અને વિમેન્સ કબડ્ડી ટીમે ડિફેન્ડિંગ ચૅમ્પિયન તરીકે શાનદાર વિજય સાથે એશિયન ગેમ્સ 2026ની શરૂઆત કરી હતી. મેન્સ ટીમે જપાન સામે ૪૯-૨૪થી અને વિમેન્સ ટીમે બંગલાદેશ સામે ૪૨-૨૧ના સ્કોર સાથે જીત નોંધાવી હતી. 
ભારતીય મેન્સ કબડ્ડી ટીમ આજે સાઉથ કોરિયા, ૨૩ સપ્ટેમ્બરે બંગલાદેશ અને ૨૪ સપ્ટેમ્બરે ચાઇનીઝ તાઇપેઇ સામે ટકરાશે. ૨૫ સપ્ટેમ્બરે 
સેમી-ફાઇનલ અને ૨૬ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. 
ભાકતીય વિમેન્સ કબડ્ડી ટીમ આજે ઈરાન સામે, ૨૪ સપ્ટેમ્બરે જપાન સામે ટકરાશે. વિમેન્સ ઇવેન્ટમાં પણ ૨૫ સપ્ટેમ્બરે સેમી-ફાઇનલ અને ૨૬ સપ્ટેમ્બરે ફાઇનલ મૅચ રમાશે. 
એશિયન ગેમ્સમાં ભારત સૌથી વધુ ૧૧ ગોલ્ડ જીતનાર ટીમ છે. ભારતની મેન્સ ટીમે ૯ સીઝનમાંથી આઠમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. ૨૦૧૮માં ભારત ચોથા ક્રમે રહીને બ્રૉન્ઝ મેડલ જીત્યું હતું. ભારતીય વિમેન્સ ટીમ ચારમાંથી ત્રણ સીઝનમાં ગોલ્ડ મેડલ જીતી છે. ૨૦૧૮માં ભારત ઇરાન સામે ફાઇનલ મૅચ હારીને સિલ્વર મેડલ જીત્યું હતું.  

asian games kabaddi news team india sports news sports