દિલ્હી હાઈ કોર્ટે વિનેશ ફોગાટ કેસ બદલ રેસલિંગ ફેડરેશનને ઠપકો આપ્યો

23 May, 2026 04:22 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દિલ્હી હાઈ કોર્ટે વિનેશ ફોગાટને ઘરેલુ સ્પર્ધાઓ અને એશિયન ગેમ્સની ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરવા બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ની ટીકા કરી છે.

વિનેશ ફોગાટ

દિલ્હી હાઈ કોર્ટે વિનેશ ફોગાટને ઘરેલુ સ્પર્ધાઓ અને એશિયન ગેમ્સની ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે અયોગ્ય જાહેર કરવા બદલ રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયા (WFI)ની ટીકા કરી છે. કોર્ટે કેન્દ્ર સરકારને વિનેશ ફોગાટના કેસની સમીક્ષા કરવા માટે એક નિષ્ણાત પૅનલ બનાવવાનો પણ નિર્દેશ આપ્યો છે.

પોતાની અરજીમાં વિનેશ ફોગાટે WFI દ્વારા જારી કરાયેલા બે પરિપત્ર અને પોતાના પર લાગેલા ૨૬ જૂન સુધીના પ્રતિબંધને પડકાર્યા હતા, જેમાં એશિયન ગેમ્સ પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે પાત્રતાના માપદંડ નક્કી કરવામાં આવ્યા હતા. પાછલાં વર્ષોથી વિપરીત આ માપદંડોથી ૨૦૨૫ અથવા ૨૦૨૬માં મેડલ જીત્યા હોય એવા જ ખેલાડીઓને સિલેક્શન પસંદગી ટ્રાયલ્સમાં ભાગ લેવા માટે લાયક ગણવાનો નિર્ણય લેવાયો હતો જેને કારણે ડિસેમ્બર ૨૦૨૪થી પ્રેગ્નન્ટ હોવાથી રેસલિંગથી દૂર રહેલી વિનેશ ફોગાટને આ સ્પર્ધામાંથી બાકાત રાખવામાં આવી હતી.

vinesh phogat wrestling delhi high court sports news