30 May, 2026 05:34 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરીના સબાલેન્કા
બેલારુસની મહિલા ટેનિસ સ્ટાર અરીના સબાલેન્કા હાલમાં ફ્રેન્ચ ઓપન 2026માં તેની રમત કરતાં વધારે ઘરેણાંને કારણે ચર્ચામાં છે. બીજા રાઉન્ડની મૅચ દરમ્યાન તે પૅરિસની ટેનિસ કોર્ટમાં લગભગ ૯૭ લાખ રૂપિયાનાં ડાયમન્ડનાં ઘરેણાં પહેરીને રમવા ઊતરી હતી. આ વર્લ્ડ નંબર વન મહિલા ટેનિસ સ્ટાર સતત બે જીત સાથે ત્રીજા રાઉન્ડમાં પહોંચી છે.