WTC 2023 : ઑસ્ટ્રેલિયા નવું ચૅમ્પિયન, ભારત બીજી વાર રનર-અપ

12 June, 2023 11:07 AM IST  |  London | Gujarati Mid-day Correspondent

ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં કાંગારૂઓએ ૨૦૯ રનથી મેળવ્યો વિજય : ઑસ્ટ્રેલિયન ટીમે ઇનામમાં કરોડો રૂપિયા સાથે મેળવી ગદા

ઑસ્ટ્રેલિયા નવું ચૅમ્પિયન

ટેસ્ટના વર્લ્ડ નંબર-વન ભારતે નંબર-ટૂ ઑસ્ટ્રેલિયાને છેલ્લી ચારેય ટેસ્ટ-સિરીઝમાં ૨-૧થી હરાવ્યું હતું, પરંતુ ટેસ્ટના વર્લ્ડ કપની ફાઇનલમાં મુકાબલાની વાત આવી ત્યારે ભારતીયો પાણીમાં બેસી ગયા અને ૨૦૯ રનના તોતિંગ તફાવતથી હારી ગયા. ૨૦૨૧ બાદ ૨૦૨૩માં પણ ભારતે ટેસ્ટ ચૅમ્પિયનશિપની ગદા (જે ચૅમ્પિયન ટીમને ઇનામમાં અપાય છે)થી હાથ ધોઈ નાખવા પડ્યા છે. ન્યુ ઝીલૅન્ડ પછી હવે ઑસ્ટ્રેલિયા સામે પણ હારી જવાથી ભારત સતત બીજી વાર રનર-અપ રહ્યું. બાય ધ વે, ઑસ્ટ્રેલિયા ટેસ્ટનું નવું ચૅમ્પિયન બન્યું છે.

ભારત ૪૪૪ રનના લક્ષ્યાંક સામે ફક્ત ૨૩૪ રનના સ્કોર પર ઑલઆઉટ થતાં ૨૦૯ રનથી પરાજિત થયું હતું. કોહલી (૪૯), રહાણે (૪૬) અને રોહિત (૪૩) ટેસ્ટની ફાઇનલમાં હાફ સેન્ચુરી ચૂકી ગયા હતા. ગિલ (૧૮), પુજારા (૨૭), જાડેજા (૦) શ્રીકાર ભરત (૨૩) શાર્દૂલ (૦) ઑસ્ટ્રેલિયન બોલર્સ સામે ઝૂકી ગયા હતા. ઑફ-સ્પિનર નૅથન લાયને ચાર તેમ જ સ્કૉટ બૉલેન્ડે ત્રણ, મિચલ સ્ટાર્કે બે અને પૅટ કમિન્સે એક વિકેટ લીધી હતી. ટ્રેવિસ હેડને પ્રથમ દાવના ૧૬૩ રન બદલ મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

test cricket indian cricket team cricket news rohit sharma australia sports news sports oval maidan