03 March, 2025 09:54 AM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધના
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)ની ત્રીજી સીઝનનો બૅન્ગલોર રાઉન્ડ સમાપ્ત થયો છે. એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી આઠમાંથી ચાર મૅચ હોમ ટીમ રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ (RCB)ની હતી, પણ ચારેય મૅચમાં કૅપ્ટન સ્મૃતિ માન્ધનાની ટીમને હારનો સામનો કરવો પડ્યો છે. શનિવારે દિલ્હી કૅપિટલ્સ સામે ૯ વિકેટે હારનો સામનો કર્યા બાદ માન્ધનાએ કહ્યું, ‘મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં આવેલા અને અમને ટેકો આપનારા ફૅન્સ માટે એ ખરેખર મુશ્કેલ હતું. હું આ એકમાત્ર માફી માગીશ, કારણ કે તેઓ મોટી સંખ્યામાં અહીં આવ્યા હતા. અમે બૅન્ગલોરમાં એક પણ મૅચ જીતી શક્યા નહીં. તેઓ હજી પણ RCBના નારા લગાવી રહ્યા છે એથી જ તેઓ વિશ્વના શ્રેષ્ઠ ફૅન્સ છે.’
ડિફેન્ડિંગ ચૅમ્પિયન બૅન્ગલોર હાલમાં નૉક-આઉટ રાઉન્ડ સુધી પહોંચવામાં સંઘર્ષ કરી રહ્યું છે.