ઉસ્માન ખ્વાજાના ઘરે રમઝાનમાં ત્રીજી પુત્રીનું આગમન

19 March, 2026 02:38 PM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

ચાહકોને આ ખુશખબરી આપતાં તેણે સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘૩માંથી ૩, અમિરા માયા ખ્વાજાનો ગયા શુક્રવારે જન્મ થયો છે. અમે ખૂબ જ આભારી છીએ, વધુ એક સુંદર ગર્લ.

ઉસ્માન ખ્વાજાના ઘરે રમઝાનમાં ત્રીજી પુત્રીનું આગમન

ઑસ્ટ્રેલિયન ક્રિકેટર ઉસ્માન ખ્વાજાના ઘરે રમઝાનના પવિત્ર મહિનામાં ત્રીજી પુત્રીનું આગમન થયું છે. તેનું નામ રાખ્યું છે અમિરા માયા ખ્વાજા. ચાહકોને આ ખુશખબરી આપતાં તેણે સોશ્યલ મીડિયામાં ફોટો શૅર કરીને લખ્યું હતું કે ‘૩માંથી ૩, અમિરા માયા ખ્વાજાનો ગયા શુક્રવારે જન્મ થયો છે. અમે ખૂબ જ આભારી છીએ, વધુ એક સુંદર ગર્લ. ફુલ ટીમ માટે વધુ ૮ની જરૂર.’
તેના સાથી-ઓપનર અને તેની જેમ જ ત્રણ પુત્રીના પિતા ડેવિડ વૉર્નરે તેની અનોખી સ્ટાઇલમાં અભિનંદન આપતાં ત્રણેય પુત્રી સાથેનો ફોટો સાથે લખ્યું હતું, અભિનંદન દોસ્ત, આ ઓપનર્સની જ બાબત છે.

cricket news sports news sports australia social media