✕

વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ ૨૦૩૧ અમેરિકા સહિત ચાર દેશોમાં રમાશે, ૨૦૩૫નો વર્લ્ડ કપ બ્રિટનમાં યોજાશે

25 November, 2026 06:05 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

૩૫ વર્ષ અગાઉ ૧૯૯૧માં પ્રથમ વિમેન્સ વર્લ્ડ કપમાં માત્ર ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ૨૦૩૫નો વિમેન્સ વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સમાં રમાશે.

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ઇન્ટરનૅશનલ ફુટબૉલની સંચાલક સંસ્થા FIFAએ ગઈ કાલે વિમેન્સ ફુટબૉલ વર્લ્ડ કપ વિશે મોટી જાહેરાત કરી હતી. આગામી વિમેન્સ વર્લ્ડ કપ આવતા વર્ષે જૂન-જુલાઈમાં બ્રાઝિલમાં ૩૨ ટીમો વચ્ચે રમાવાનો છે. એના પછીના બે વર્લ્ડ કપ માટેના યજમાનોનાં નામ જાહેર કરવામાં આવ્યાં છે. અમેરિકા, મેક્સિકો, કોસ્ટા રિકા અને જમૈકા ૨૦૩૧ના વર્લ્ડ કપની યજમાની કરશે. આ ટુર્નામેન્ટની પહેલી આવૃત્તિ હશે જેમાં ૪૮ દેશોની વિમેન્સ ટીમો ભાગ લેશે. ૩૫ વર્ષ અગાઉ ૧૯૯૧માં પ્રથમ વિમેન્સ વર્લ્ડ કપમાં માત્ર ૧૨ ટીમોએ ભાગ લીધો હતો. ૨૦૩૫નો વિમેન્સ વર્લ્ડ કપ ઇંગ્લૅન્ડ, આયરલૅન્ડ, સ્કૉટલૅન્ડ અને વેલ્સમાં રમાશે.

અન્ડર-17 વર્લ્ડ કપમાં બીજી સૌથી મોટી જીત નોંધાવી સ્પેનની ટીમે

કતરમાં આયોજિત અન્ડર-17 મેન્સ ફુટબૉલ વર્લ્ડ કપમાં સ્પેનની ટીમે બીજી સૌથી મોટી જીત નોંધાવી છે. સ્પેનની ટીમે ફિજી સામે ૧૫-૦થી ઐતિહાસિક જીત મેળવી હતી. અગાઉ ૨૦૨૫માં મોરોક્કોએ ન્યુ કેલેડોનિયા સામે ૧૬-૦થી સૌથી મોટી જીત નોંધાવી હતી.

fifa world cup football world cup sports news sports