12 October, 2026 07:37 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈના સ્થાનિક ક્રિકેટમાં વાપસી વખતે પણ સ્ટાર બૅટર સૂર્યકુમાર યાદવનું બૅટ શાંત રહ્યું
ગઈ કાલે ભારતનો વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન સૂર્યકુમાર યાદવ પ્રેસિડન્ટ્સ કપમાં રમવા ઊતર્યો હતો. રણજી ટ્રોફીની ટીમમાં સ્થાન ન મેળવી શકનાર સૂર્યાનું બૅટ લાંબા લાંબા સમય બાદ સ્થાનિક ક્રિકેટમાં થયેલી વાપસી દરમ્યાન શાંત રહ્યું હતું. MIG ક્રિકેટ ક્લબ તરફથી રમતી વખતે ૧૭૦ના સ્ટ્રાઇક-રેટથી ત્રણ ફોરની મદદથી તેણે ૧૦ બૉલમાં માત્ર ૧૭ રન કર્યા હતા.
સૂર્યકુમારે પ્રેસિડન્ટ્સ કપમાં મુસ્લિમ યુનાઇટેડ સ્પોર્ટ્સ ક્લબ સામે MIG ક્રિકેટ ક્લબનું નેતૃત્વ કર્યું હતું. મુસ્લિમ યુનાઇટેડે પ્રથમ બૅટિંગ કરીને ૨૦ ઓવરમાં ૧૫૩/૭ રન બનાવ્યા હતા. MIG ક્રિકેટ ક્લબે ૧૫૪ રનનો લક્ષ્યાંક માત્ર ૧૫.૪ ઓવરમાં હાંસલ કરી લીધો અને ૨૬ બૉલ બાકી હતા ત્યારે પાંચ વિકેટથી મૅચ જીતી લીધી.