21 May, 2021 02:45 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કિરેન રિજિજુ
ભારત સરકાર કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખેલાડીઓના આરોગ્ય વીમાનો વિસ્તાર કરીને વધુ ખેલાડીઓ, કોચ અને સહયોગી સ્ટાફને સામેલ કરશે. ધ સ્પોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયાએ ગઈ કાલે આ બાબતે જાહેરાત કરતાં કહ્યું હતું કે આ નિર્ણયને લીધે ૧૩,૦૦૦ ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફને એનો લાભ મળશે. કેન્દ્રીય ખેલ પ્રધાન કિરેન રિજિજુએ પણ આ બાબતે કહ્યું હતું કે ખેલાડીઓ, કોચ અને સપોર્ટ સ્ટાફની સારસંભાળ મંત્રાલયની પ્રાથમિકતા છે અને આ નિર્ણય એને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં કહ્યું કે ખેલાડીઓ અને અન્ય સ્ટાફ-મેમ્બર્સ એ આપણી રાષ્ટ્રીય સંપત્તિ છે અને આ મુશ્કેલ સમયમાં તેમને હેલ્થ ઇન્શ્યૉરન્સ મળે એ આપણે જોવું જોઈએ.