21 September, 2026 01:22 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent
સ્મૃતિ માન્ધાના
ગઈ કાલે બંગલાદેશ સામેની સેમી-ફાઇનલ મૅચમાં સ્મૃતિ માન્ધનાએ ૧૯ બૉલમાં પાંચ ફોર, બે સિક્સની મદદથી ૩૭ રન કર્યા હતા. આ ઇનિંગ્સ સાથે સ્મૃતિ માન્ધનાએ મેન્સ-વિમેન્સ T20 ઇન્ટરનૅશનલનો નંબર વન બૅટર તરીકેનો તાજ પોતાના નામે કર્યો હતો.
ન્યુ ઝીલૅન્ડની સુઝી બૅટ્સે અગાઉ ૧૮૬ મૅચની ૧૭૮ ઇનિંગ્સમાં ૪૭૫૮ રન સાથે નંબર વનનું સ્થાન જાળવી રાખ્યું હતું. સ્મૃતિ માન્ધનાએ ૧૭૮ મૅચની ૧૭૧ ઇનિંગ્સમાં બે સદી અને ૩૬ ફિફ્ટીના આધારે ૪૭૮૮ રન કરીને આ રેકૉર્ડ પોતાના નામે કર્યો હતો. ફક્ત પુરુષોની વાત કરીએ તો મેન્સ T20 ઇન્ટરનૅશનલમાં પાકિસ્તાનના બાબર આઝમે ૧૩૬ ઇનિંગ્સમાં સૌથી વધુ ૪૫૯૬ રન કર્યા છે.
વિમેન્સ T20 ઇન્ટરનૅશનલમાં ભારત માટે ૧૦૦ સિક્સ પૂરી કરનાર સ્મૃતિ માન્ધના પહેલી બૅટર બની હતી. ગઈ કાલે જ શફાલી વર્મા પણ આ લિસ્ટમાં જોડાઈ હતી. આ બન્ને બૅટર પહેલાં વિશ્વની ત્રણ બૅટર્સ ૧૦૦ T20 ઇન્ટરનૅશનલ ફટકારી ચૂકી છે.
શફાલી વર્મા એક કૅલેન્ડર યરમાં સૌથી વધુ ૩૫ સિક્સ ફટકારનાર મહિલા ક્રિકેટર પણ બની છે. ચમારી અથાપથુને ૨૦૨૪નો ૩૨ સિક્સનો રેકૉર્ડ તેણે તોડ્યો છે.
|
મૅચ |
૧૭૮ |
|
ઇનિંગ્સ |
૧૭૧ |
|
રન |
૪૭૮૮ |
|
હાઇએસ્ટ સ્કોર |
૧૨૪ |
|
ઍવરૅજ |
૩૦.૬૯ |
|
સ્ટ્રાઇક-રેટ |
૧૨૬.૯૦ |
|
સેન્ચુરી |
૨ |
|
ફિફ્ટી |
૩૬ |
|
ફોર |
૬૪૪ |
|
સિક્સ |
૧૦૦ |
મુંબઈમાં ૨૦૧૮ દરમ્યાન કૉમર્સના અભ્યાસ દરમ્યાન સોનમ મસ્કરે શૂટિંગને શોખ તરીકે અપનાવ્યું હતું. તેના પરિવારે શૂટિંગના સપનાને સાકાર કરવા જમીન સહિતની પોતાની સંપત્તિ પણ વેચી છે જેનાથી તેનો શૂટિંગની સુવિધા માટેનો ખર્ચો ઉઠાવી શકાય.
વિદર્સા વિનોદ પોતાની આઠ વર્ષની કઠિન મહેનત અને ઇન્ટરનૅશનલ ટુર્નામેન્ટના અનુભવના આધારે આ સિદ્ધિ સુધી પહોંચી છે. તે એશિયન ગેમ્સમાં મેડલ જીતનાર કેરલમની પહેલી મહિલા શૂટર બની છે.
એલવેનિલ વલરીવન છેલ્લી બે ઑલિમ્પિક્સમાં ભાગ લઈ ચૂકી છે. ભૂતપૂર્વ નંબર વન શૂટર એલવેનિલે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં અભ્યાસ દરમ્યાન મિત્ર પાસેથી રાઇફલ લઈને શૂટિંગની શરૂઆત કરી હતી. તેણે શરૂઆતમાં કબડ્ડી જેવી ઘણી રમત પર હાથ અજમાવ્યો છે. યુનિવર્સિટીથી સિનિયર લેવલ સુધી તે શૂટિંગ કરીઅરમાં ૨૨ ગોલ્ડ, નવ સિલ્વર અને ૮ બ્રૉન્ઝ મેડલ જીતી ચૂકી છે.