02 March, 2025 07:07 AM IST | Caribbean | Gujarati Mid-day Correspondent
કૅરિબિયન દેશ ડોમિનિકન રિપબ્લિકમાં પત્ની અને બાળકો સાથે વેકેશન એન્જૉય કરી રહ્યો છે આ બંગલાદેશી પ્લેયર.
બંગલાદેશી ઑલરાઉન્ડર શાકિબ-અલ-હસનની ઇન્ટરનૅશનલ કરીઅરનું ભવિષ્ય હાલમાં સ્પષ્ટ નથી. મર્ડર કેસના આરોપને કારણે તેને પોતાના દેશ અને ટીમથી દૂર રહેવું પડી રહ્યું છે ત્યારે ફરી એક વાર તે ક્રિકેટના મેદાન પર વાપસી કરવાની તૈયારી કરી રહ્યો છે. ૧૦થી ૧૮ માર્ચ વચ્ચે શ્રીલંકામાં એશિયન લેજન્ડ્સ લીગનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં શિખર ધવનની ઇન્ડિયન રૉયલ્સ સહિત પાંચ ટીમ રમશે. એમાં આ બંગલાદેશી ઑલરાઉન્ડર બંગલાદેશી ટાઇગર્સના સ્થાને એશિયન સ્ટાર્સની ટીમમાં રમશે. T20 ફૉર્મેટની આ લીગમાં એશિયાના ભૂતપૂર્વ સ્ટાર પ્લેયર્સ ધમાલ મચાવતા જોવા મળશે.