26 October, 2026 04:44 PM IST | Pakistan | Gujarati Mid-day Correspondent
બ્રેસ્ટ કૅન્સરની જાગૃતિ માટે પિન્ક જર્સીમાં રમનાર પાકિસ્તાની ખેલાડીઓએ જીતની શાનદાર ઉજવણી કરી હતી.
પાકિસ્તાનમાં આયોજિત ત્રિકોણીય વન-ડે સિરીઝમાં ઇંગ્લૅન્ડે સતત ત્રીજી હાર નોંધાવી હતી. ૪૬.૪ ઓવરમાં ૨૪૧ રને ઢેર થનાર ઇંગ્લૅન્ડે ટાર્ગેડ ડિફેન્ડ કરતા સમયે પાકિસ્તાનની ૩૩.૫ ઓવરમાં ૧૫૪ રને ૯ વિકેટ લઈને જીત લગભગ સુનિશ્ચિત કરી લીધી હતી. જોકે શતકવીર શાદાબ ખાન અને હારિસ રઉફે દસમી વિકેટ માટે રેકૉર્ડ ૮૦ બૉલમાં ૮૯ રનની ભાગીદારી કરીને ૪૭.૧ ઓવરમાં પાકિસ્તાનનો સ્કોર ૨૪૩-૯નો કર્યો હતો.
ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેટે ૧૦ ફોર, બે સિક્સની મદદથી ૧૧૧ બૉલમાં ૧૦૫ રન કર્યા હતા. પાકિસ્તાનના ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદીએ ૮.૪ ઓવરમાં ૪૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી. અરફાત મિન્હાસ અને રઝાઉલ્લાહને ૨-૨ વિકેટ મળી હતી.
આઠમા ક્રમે રમીને શાદાબ ખાને ૯૬ બૉલમાં ૧૩ ફોર, ૫ સિક્સની મદદથી અણનમ ૧૧૩ રન કર્યા હતા. અગિયારમા ક્રમે રમવા આવેલા ફાસ્ટ બોલર હારિસ રઉફ ૧૯ બૉલમાં ૭ રન કરીને ટકી રહ્યો હતો. બન્ને વચ્ચે થયેલી ૮૯ રનની ભાગીદારી વન-ડે ક્રિકેટમાં રન-ચેઝ દરમ્યાનની સૌથી મોટી દસમી વિકેટની ભાગીદારી હતી. ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર જેમી ઓવરટને ૪૩ રન આપીને ૩ વિકેટ લીધી હતી.