ચેન્નઈ સુપર કિંગ્સ માટે માથાનો દુખાવો બની છે નવી ઓપનિંગ જોડી

16 April, 2026 03:04 PM IST  |  Chennai | Gujarati Mid-day Correspondent

IPLની આ સીઝનમાં સૌથી નબળી રહી છે સૅમસન અને ગાયકવાડની પાર્ટનરશિપ

સૅમસન અને ગાયકવાડની પાર્ટનરશિપ

ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન ઋતુરાજ ગાયકવાડ પોતાના નવા સાથી-ઓપનર સંજુ સૅમસન સાથે નવી સીઝનમાં ઓપનિંગ કરવા ઊતરે છે. જોકે નવી ઓપનિંગ જોડી તરીકે તેમણે વર્તમાન સીઝનમાં ૨૪.૮ની ઍવરેજ અને ૯.૧૮ના રન-રેટથી ૧૨૪ રન કર્યા છે. વર્તમાન સીઝનમાં અત્યાર સુધી લોએસ્ટ ઍવરેજ અને રન-રેટથી રમી રહેલી ઓપનિંગ જોડી આજ છે. આ જોડીએ રાજસ્થાન સામે ૧૨ બૉલમાં ૧૪ રન, પંજાબ સામે ૧૨ બૉલમાં ૧૪ રન, બૅન્ગલોર સામે પાંચ બૉલમાં ૯ રન, દિલ્હી સામે ૨૮ બૉલમાં ૬૨ રન અને કલકત્તા સામે ૧૪ બૉલમાં પચીસ રન કર્યા હતા. સંજુ સૅમસન અત્યાર સુધી પાંચ મૅચમાં એક સદીના આધારે ૧૭૨.૮૯ના સ્ટ્રાઇક-રેટથી ૧૮૫ રન કરી ચૂક્યો છે. ઋતુરાજ ગાયકવાડ પાંચ મૅચમાં ૧૦૫ના સ્ટ્રાઇક-રેટથી ૬૩ રન જ કરી શક્યો છે.  

IPL 2026 sports sports news cricket news sanju samson ruturaj gaikwad chennai super kings