સચિન તેન્ડુલકરે જપાની ભાષામાં શૅર કરી ક્રિકેટના નિયમોવાળી માર્ગદર્શિકા

23 September, 2026 12:41 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભારત-જપાન મેન્સ T20 મૅચ દરમિયાન ચાહકોને વહેંચાયેલી જપાની ભાષાની ક્રિકેટ માર્ગદર્શિકાની સચિન તેન્ડુલકરે તસવીરો શૅર કરી હતી. તેમણે જપાનમાં ક્રિકેટને નવા સ્થળે પહોંચતું જોવું ખાસ અનુભવ ગણાવ્યો અને ટીમને અભિનંદન આપ્યાં.

સચિને શૅર કરી જપાની ભાષામાં ક્રિકેટ માર્ગદર્શિકા

સચિન તેન્ડુલકરે ગઈ કાલે જપાનમાં ભારત-જપાન મેન્સ T20 મૅચ દરમિયાન ચાહકોને વહેંચવામાં આવેલી ક્રિકેટના નિયમો સમજાવતી માર્ગદર્શિકાની તસવીરો શૅર કરી હતી.
જપાની ભાષાની માર્ગદર્શિકા વિશે માસ્ટર બ્લાસ્ટરે લખ્યું કે ‘ક્રિકેટને નવા સ્થળોએ પહોંચતું જોવું એ ખૂબ જ ખાસ અનુભવ છે. પ્રેક્ષકોને પ્રવેશદ્વાર પર જ આ આપવામાં આવ્યું, જેથી તેઓ રમતને વધુ સારી રીતે સમજી શકે. આ પડકાર સ્વીકારવા અને જોરદાર મુકાબલો કરવા બદલ જપાનની ટીમને ખૂબ-ખૂબ અભિનંદન.’

japan sachin tendulkar cricket news sports news sports