પ્રેઝન્ટેશન વખતે અપશબ્દ બોલવા બદલ પંત મુશ્કેલીમાં

21 May, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મંગળવારે મૅચ બાદ પ્રેઝન્ટેશનમાં અપશબ્દ બોલનારો લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ સીઝનમાં પોતાના અને ટીમના ખરાબ પર્ફોર્મન્સને લીધે ખૂબ પ્રેશરમાં છે એ સ્પષ્ટ થઈ ગયું હતું.

પ્રેઝન્ટેશન વખતે અપશબ્દ બોલવા બદલ પંત મુશ્કેલીમાં

મંગળવારે મૅચ બાદ પ્રેઝન્ટેશનમાં અપશબ્દ બોલનારો લખનઉનો કૅપ્ટન રિષભ પંત આ સીઝનમાં પોતાના અને ટીમના ખરાબ પર્ફોર્મન્સને લીધે ખૂબ પ્રેશરમાં છે એ સ્પષ્ટ થઈ ગયું હતું. લખનઉ આ સીઝનમાં પ્લે-ઑફની રેસમાંથી સૌપ્રથમ બહાર થનાર ટીમ હતી અને મંગળવારે સીઝનની નવમી હાર બાદ ઈયાન બિશપે જ્યારે કૅપ્ટન પંતને ટીમની આગળની રણનીતિ અંગે પૂછ્યું ત્યારે તે ટીમનાં વખાણ કરતી વખતે એક અપશબ્દ પણ બોલી ગયો હતો.

આ લાઇવ ઇન્ટરવ્યુમાં પંતના આ અપશબ્દ બદલ સૌકોઈને નવાઈ લાગી હતી અને ટૂંક સમયમાં જ સોશ્યલ મીડિયામાં તે ટ્રોલ થવા લાગ્યો હતો. ઘણા તો ક્રિકેટ બોર્ડને પંત સામે પગલાં લેવાનું કહેવા લાગ્યા હતા.

IPLના કોડ ઑફ કન્ડક્ટ અનુસાર લાઇવ ટીવીમાં આવી ભાષા વાપરવી એ ગંભીર ગુનો માનવામાં આવે છે, આથી બોર્ડ પંત સામે પગલાં લઈ શકે છે.

Rishabh Pant lucknow super giants IPL 2026 cricket news sports news