તમારું સ્વપ્ન પૂર્ણ થયું છે, કાશ તમે મારી સાથે હોત

11 March, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રિન્કુ સિંહને જ્યારે તેમના પિતાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે તે ભારતીય ટીમ સાથે હતો

લાંબા સમયથી સ્ટેજ 4 લિવર-કૅન્સરની પીડાતા રિન્કુના પિતાનું ૨૭ ફેબ્રુઆરીએ નિધન થયું હતું

રિન્કુ સિંહે મેન્સ T20 વર્લ્ડ કપ 2026 જીત્યા બાદ પોતાના સ્વર્ગસ્થ પિતા ખાનચંદ સિંહ માટે એક ભાવુક પોસ્ટ લખી છે. રવિવારે અમદાવાદમાં રમાયેલી ફાઇનલમાં ભારત ન્યુ ઝીલૅન્ડને ૯૬ રનથી હરાવીને રેકૉર્ડ ત્રીજી વાર ચૅમ્પિયન બન્યું હતું.‍ લાંબા સમયથી સ્ટેજ 4 લિવર-કૅન્સરની પીડાતા રિન્કુના પિતાનું ૨૭ ફેબ્રુઆરીએ નિધન થયું હતું.

રિન્કુ સિંહે ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટમાં લખ્યું હતું કે ‘મેં ક્યારેય મારા પિતા સાથે વાત કર્યા વિના આટલા દિવસ નથી વિતાવ્યા. મને ખબર નથી કે તમારા વગરની જિંદગી કેવી રીતે ચાલશે, મને દરેક પગલે તમારી જરૂર પડશે. તમે શીખવ્યું હતું કે ફરજ હંમેશાં પહેલાં આવે છે. એથી હું મેદાન પર માત્ર તમારા સ્વપ્નને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. હવે તમારું સ્વપ્ન પૂર્ણ થયું છે તો બસ એવું જ લાગે છે કે કાશ તમે મારી સાથે હોત. દરેક નાની-મોટી ખુશીમાં તમારી ખોટ વર્તાશે. ખૂબ જ મિસ કરીશ તમને પપ્પા, ખૂબ જ.’

રિન્કુ સિંહને જ્યારે તેમના પિતાના અવસાનના સમાચાર મળ્યા ત્યારે તે ભારતીય ટીમ સાથે હતો. ત્યાર બાદ તે ચેન્નઈથી અલીગઢ સ્થિત પોતાના ઘરે ગયો અને પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો. બે દિવસમાં તે ફરી ટીમ સાથે પણ જોડાઈ ગયો હતો. જોકે ત્યાર બાદ તેને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન નહોતું મળ્યું.

૨૦૨૪ વર્લ્ડ કપ દરમ્યાન રિન્કુને ટીમમાં સ્થાન નહોતું મળ્યુ અને તે માત્ર એક ટ્રાવેલિંગ રિઝર્વ તરીકે સામેલ હતો. 

rinku singh t20 world cup world cup indian cricket team team india india cricket news sports sports news