07 February, 2025 08:49 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
જસપ્રીત બુમરાહ
ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર રવિ શાસ્ત્રીએ ચૅમ્પિયન્સ ટ્રોફી પહેલાં ભારતીય ટીમ અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ માટે ચિંતા વ્યક્ત કરી છે. ICC રિવ્યુમાં તે કહે છે, ‘બુમરાહ ફિટ ન હોવાથી ભારતની (ચૅમ્પિયન્સ ટ્રોફી) જીતવાની શક્યતા ૩૦-૩૫ ટકા ઘટી જશે. સંપૂર્ણપણે ફિટ બુમરાહ હોવાથી તમારી પાસે ડેથ ઓવરોમાં સારી બોલિંગની ખાતરી રહે છે. મને લાગે છે કે તેને ઉતાવળમાં પાછો લાવવો ખૂબ જોખમી છે. તેણે ભારત માટે ભવિષ્યમાં ઘણું ક્રિકેટ રમવાનું છે. તેની કરીઅરના આ તબક્કે તેને અચાનક મૅચ માટે ન બોલાવવો જોઈએ, અપેક્ષાઓ ખૂબ ઊંચી હશે. તમને લાગશે કે તે આવતાની સાથે જ ધમાલ મચાવી દેશે, પણ જ્યારે તમે ઈજામાંથી પાછા આવો છો ત્યારે એ ક્યારેય એટલું સરળ નથી હોતું.’