✕

સગાઈ તોડ્યાના એક મહિનાની અંદર પૃથ્વી શૉ અને આકૃતિ ફરી એક થયાં

14 October, 2026 10:03 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઍક્ટ્રેસ અને ઇન્ફ્લુઅન્સર આકૃતિએ સોશ્યલ મીડિયા પર નિવેદન શૅર કરીને આ જાહેરાત કરી હતી.

પૃથ્વી શૉ

ક્રિકેટર પૃથ્વી શૉ અને આકૃતિ અગ્રવાલે સગાઈ તોડ્યાના એક મહિનાની અંદર ફરીથી સંબંધોની નવી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. ઍક્ટ્રેસ અને ઇન્ફ્લુઅન્સર આકૃતિએ સોશ્યલ મીડિયા પર નિવેદન શૅર કરીને આ જાહેરાત કરી હતી. ૨૬ વર્ષના પૃથ્વી શૉના ઇન્સ્ટાગ્રામ પર તેની જૂની પોસ્ટ ફરી એક વખત દેખાઈ રહી છે જે તેણે હટાવી દીધી હતી. 

આકૃતિ અગ્રવાલે ‘એક વ્યક્તિગત સ્પષ્ટતા’ શીર્ષકવાળા આ નિવેદનમાં લખ્યું, ‘શરૂઆતમાં મેં મારી નજીકના લોકોના અભિપ્રાયોને મારા મંગેતર અને અમારા સંબંધો પ્રત્યેના મારા દૃષ્ટિકોણને પ્રભાવિત કરવા દીધા. મને લાગે છે કે મને ગેરમાર્ગે દોરવામાં આવી હતી અને જરૂરી એવી પ્રામાણિક વાતચીત કર્યા વિના જ મેં નિર્ણય લીધો હતો. અમે એકબીજા માટે પૂરતાં છીએ અને અમને અન્ય કોઈની જરૂર નથી. અમારી નવી શરૂઆતના નિર્ણયનું સન્માન રાખજો.’

બન્નેએ આ વર્ષે માર્ચ મહિનામાં જ મુંબઈમાં સગાઈ કરી હતી. ૧૭ સપ્ટેમ્બરે બન્નેએ છૂટા પડવાની જાહેરાત કરી હતી.

prithvi shaw social media sports news sports indian cricket team cricket news