ઇન્જર્ડ પૅટ કમિન્સ બીજી વાર બન્યો પપ્પા, દીકરીનો જન્મ થતાં ફૅમિલી થઈ કમ્પ્લીટ

09 February, 2025 08:44 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

શ્રીલંકા-ટૂર અને ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થયેલો ૩૧ વર્ષનો કમિન્સ ફૅમિલી અને પોતાની નવજાત દીકરી સાથે બીચ પર વેકેશન એન્જૉય કરવા પણ ગયો હતો.

પત્ની અને બેબી સાથે બીચ પર ફરવા ગયો હતો પૅટ કમિન્સ.

ઑસ્ટ્રેલિયન કૅપ્ટન પૅટ કમિન્સની પત્ની બેકીએ હાલમાં દીકરીને જન્મ આપ્યો છે. બન્નેએ પોતાની દીકરીને ઇડિથ મારિયા બૉસ્ટન કમિન્સ નામ આપ્યું છે. વર્ષ ૨૦૨૧માં તેઓ પહેલી વાર દીકરા એલ્બીનાં મમ્મી-પપ્પા બન્યાં હતાં. ઇન્જરીને કારણે શ્રીલંકા-ટૂર અને ચૅમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ થયેલો ૩૧ વર્ષનો કમિન્સ ફૅમિલી અને પોતાની નવજાત દીકરી સાથે બીચ પર વેકેશન એન્જૉય કરવા પણ ગયો હતો.

australia pat cummins champions trophy sri lanka sports news sports cricket news