07 January, 2026 10:41 AM IST | Dambulla | Gujarati Mid-day Correspondent
શ્રીલંકામાં ભારતીય ટીમનું સ્વાગત કરવામાં આવ્યું
શ્રીલંકા અને પાકિસ્તાન વચ્ચે આજથી ૧૧ જાન્યુઆરી સુધી ૩ T20 મૅચની સિરીઝ શરૂ થશે. T20 વર્લ્ડ કપ 2026ની તમામ મૅચ શ્રીલંકામાં રમાવાની હોવાથી પાકિસ્તાની ટીમને વર્તમાન સિરીઝમાં તૈયારી કરવાની અને શ્રીલંકાના વાતાવરણમાં અનુકૂળ થવાની સારી તક મળશે.
નવેમ્બર ૨૦૨૫માં શ્રીલંકા અને પાકિસ્તાન T20 ત્રિકોણીય સિરીઝમાં પાકિસ્તાનની ધરતી પર ટકરાયાં હતાં. બન્ને ટીમ વચ્ચે ૨૭ T20 મૅચ રમાઈ હતી જેમાંથી પાકિસ્તાન ૧૬ અને શ્રીલંકા ૧૧ મૅચ જીત્યું છે.
બન્ને ટીમ વચ્ચે ૨૦૧૯માં દ્વિપક્ષીય T20 સિરીઝ રમાઈ હતી. હમણાં સુધી રમાયેલી પાંચ સિરીઝમાંથી પાકિસ્તાન બે અને શ્રીલંકા એક સિરીઝ જીત્યું છે, જ્યારે શરૂઆતની બે સિરીઝ ડ્રો રહી હતી.