26 November, 2024 09:15 AM IST | Abidjan | Gujarati Mid-day Correspondent
નાઇજીરિયા અને આઇવરી કોસ્ટ વચ્ચેની મૅચમાં હાલમાં લોએસ્ટ સ્કોરનો રેકૉર્ડ બન્યો
નાઇજીરિયા અને આઇવરી કોસ્ટ વચ્ચેની મૅચમાં હાલમાં લોએસ્ટ સ્કોરનો રેકૉર્ડ બન્યો હતો. પહેલાં બૅટિંગ કરતાં નાઇજીરિયાએ ૪ વિકેટે ૨૭૧ રન કર્યા હતા અને એના જવાબમાં આઇવરી કોસ્ટની ટીમ ૭.૩ ઓવરમાં માત્ર ૭ રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. T20 ઇન્ટરનૅશનલમાં આ પ્રથમ વાર છે જ્યારે કોઈ ટીમ ડબલ ફિગરના સ્કોર સુધી પહોંચવામાં પણ નિષ્ફળ ગઈ હોય.
આ પહેલાં T20 ઇન્ટરનૅશનલમાં લોએસ્ટ સ્કોરનો રેકૉર્ડ મૉન્ગોલિયા અને આઇલ ઑફ મેનના નામે હતો. બન્ને ટીમે સમાન ૧૦ રન બનાવ્યા હતા. મૉન્ગોલિયાની ટીમ બે મહિના પહેલાં સિંગાપોર સામે ૧૦ રને ઑલઆઉટ થઈ ગઈ હતી, જ્યારે આઇલ ઑફ મેનની ટીમ ગયા વર્ષે સ્પેન સામે ૧૦ રનમાં ઑલઆઉટ થઈ હતી. ઝિમ્બાબ્વેએ ગયા મહિને ગૅમ્બિયાને ૨૯૦ રને હરાવીને સૌથી મોટી જીત નોંધાવી હતી. નેપાલે ગયા વર્ષે એશિયન ગેમ્સમાં મૉન્ગોલિયાને ૨૭૩ રનથી હરાવી બીજી સૌથી મોટી જીત મેળવી હતી.