✕

ભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ કોટાહિટાંગા જર્સી પહેરશે

12 October, 2026 07:25 PM IST  |  New Jersey | Gujarati Mid-day Correspondent

ભારત સાથેના રમતગમત સંબંધોના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા માટે ન્યુ ઝીલૅન્ડે એક વિશેષ વન-ડે જર્સી કોટાહિટાંગા લૉન્ચ કરી છે. એમાં ભારતીય અને માઓરી કલાત્મક તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

ભારત સામેની વન-ડે સિરીઝમાં કિવી ખેલાડીઓ કોટાહિટાંગા જર્સી પહેરશે

ભારત સાથેના રમતગમત સંબંધોના ૧૦૦ વર્ષની ઉજવણી કરવા માટે ન્યુ ઝીલૅન્ડે એક વિશેષ વન-ડે જર્સી કોટાહિટાંગા લૉન્ચ કરી છે. એમાં ભારતીય અને માઓરી કલાત્મક તત્ત્વોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ભારત અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમતગમત સંબંધોની શરૂઆત ૧૯૨૬માં થઈ હતી જ્યારે ભારતીય સેનાની હૉકી ટીમે ન્યુ ઝીલૅન્ડની ટૂર કરી હતી. બન્ને દેશો વચ્ચે પ્રથમ ક્રિકેટ-મૅચ નવેમ્બર ૧૯૫૫માં રમાઈ હતી જ્યારે ન્યુ ઝીલૅન્ડે હૈદરાબાદમાં ભારત સામે પાંચ ટેસ્ટ-મૅચની સિરીઝની શરૂઆતની મૅચ રમી હતી.
કોટાહિટાંગા માઓરી ભાષાનો શબ્દ છે. એનો અર્થ થાય છે એકતા, સહયોગ અને સાથે મળીને ઉજવણી કરવી. આ જર્સીમાં કમળનાં ફૂલ, મન્ડાલા આર્ટ અને પરંપરાગત માઓરી પૅટર્નનો સમાવેશ કરવામાં આવ્યો છે જે બન્ને સંસ્કૃતિઓનાં વિશિષ્ટ તત્ત્વોને એકસાથે લાવે છે.

new zealand Bharat hockey cricket news sports news sports hyderabad new jersey