12 March, 2024 07:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
રોહિત શર્મા, અંબાતી રાઈડુ , એમ. એસ ધોની
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર અને ચેન્નઈ સુપર કિંગ્સ (સીએસકે)માંથી પણ રિટાયર થયેલા અંબાતી રાયુડુનું કહેવું છે કે તે ૨૦૨૫માં રોહિત શર્માને સીએસકે વતી રમતો જોવા માગે છે અને મહેન્દ્ર સિંહ ધોની રિટાયર થાય એ પછી રોહિતને સીએસકેના કૅપ્ટન તરીકે પણ જોવા માગે છે. બાવીસમી માર્ચથી શરૂ થતી આઇપીએલની નવી સીઝનમાં રોહિત શર્મા ઘણાં વર્ષો પછી કૅપ્ટન તરીકે જોવા નહીં મળે. પાંચ વાર ચૅમ્પિયન બનેલી મુંબઈ ઇન્ડિયન્સે ટીમનું સુકાન રોહિત પાસેથી લઈને હાર્દિક પંડ્યાને સોંપ્યું છે. રોહિત હજી પાંચ-છ વર્ષ માટે રમી શકે છે એમ જણાવતાં રાયુડુ કહે છે, ‘આ વર્ષે મુંબઈ ઇન્ડિયન્સે રોહિતને જ કૅપ્ટન રાખવો જોઈતો હતો, તે હજી T20માં ભારતનું નેતૃત્વ કરી રહ્યો છે. મને લાગે છે કે મુંબઈ ઇન્ડિયન્સે હાર્દિકને કૅપ્ટન બનાવવામાં ઉતાવળ કરી.’