ઇંગ્લૅન્ડમાં ક્લબ ક્રિકેટમાં બોલરે ૬ બૉલમાં લીધી ૬ વિકેટ

30 April, 2026 02:46 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પેસ બોલર મોઇલ્સ ડેવિસે તેની એક ઓવરના છેલ્લા બે બૉલે અને ત્યાર બાદની ઓવરના પ્રથમ ચારેય બૉલે વિકેટ ઝડપીને ડબલ હૅટ-ટ્રિક સાથે તરખાટ મચાવ્યો...

મોઇલ્સ ડેવિસ

ક્રિકેટમાં હૅટ-ટ્રિક જ્વલ્લેજ જોવા મળતી હોય છે ત્યારે કોઈ બોલર ડબલ હૅટ-ટ્રિકની કમાલ કરે ત્યારે ખરેખર નવાઈ લાગતી હોય છે. ઇંગ્લૅન્ડનના કાઉન્ટી ક્રિકેટમાં તાજેતરમાં જ આવો કિસ્સો જોવા મળ્યો છે. કાઉન્ટીની એક મૅચ દરમ્યાન પેસ બોલર મોઇલ્સ ડેવિસે તેની એક ઓવરમાં છેલ્લા બે બૉલમાં વિકેટ લીધા બાદ બીજી ઓવરના પ્રથમ બૉલે બૅટરને વિકેટકીપરના હાથે કૅચઆઉટ કરાવ્યા બાદ આગામી ત્રણેય બૉલે બૅટરોને ક્લીન બોલ્ડ કરીને તરખાટ મચાવી દીધો હતો. તેની આ કમાલને લીધે તેની ટીમનો ૧૧૬ રનથી ભવ્ય વિજય થયો હતો. ડેવિસે મૅચમાં ૬ ઓવરમાં ૧૬ રન આપીને કુલ ૭ વિકેટ લીધી હતી.

મૅચ બાદ ક્લબના ખુશખુશાલ ચૅરમૅન જૉન પ્રાઇસે જણાવ્યું હતું કે આવું જવલ્લેજ જોવા મળે છે. ક્રિકેટ ઇતિહાસમાં આવું સાતમી વાર બન્યું છે અને ઇંગ્લૅન્ડમાં આવી સિદ્ધિ મેળવાનર  ડેવિસ પહેલો પુરુષ ખેલાડી છે.

england cricket news sports news sports news